ત્રીજી ODI માં ભારતીય ક્રિકેટ ખેલાડી ની વરસાદે રાખી લાજ મેચ રદ થતા ન્યૂઝીલેન્ડે 1-0 થી ODI શ્રેણી જીતી,,
થોડા દિવસો અગાઉ 20-20 વર્લ્ડ કપ ચાલી રહ્યો હતો. 20-20 વર્લ્ડ કપમાં ભારત સેમિફાઇનલ સુધી પહોંચ્યું હતું અને ત્યારબાદ બહાર થઈ ચૂક્યું હતું. 20-20 વર્લ્ડ કપ બાદ ભારતની પ્રથમ વનડે અને 20-20 ઓવરની શ્રેણી ન્યૂઝીલેન્ડ સામે યોજાઇ રહી હતી. હાલમાં ત્રણ વન-ડે સિરીઝ યોજાઈ રહી હતી. એમાં આજે સિરીઝની અંતિમ વન-ડે યોજવાની હતી પરંતુ વરસાદના કારણે અંતિમ વનડે રદ કરવામાં આવી છે.
ન્યૂઝીલેન્ડ દેશના ઓવલ ખાતે રમાયેલ રહેલી ત્રીજી વન-ડેમાં વરસાદને કારણે મેચને રદ કરવામાં આવી જેના બાદ ન્યૂઝીલેન્ડ ની ટીમે 1-0 થી વનડે શ્રેણી જીતી લીધી છે. મેચની વાત કરીએ તો ભારતીય ટીમના કેપ્ટને ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ 50 ઓવર પણ રમી શકી નહીં અને ૪૭.૩ ઓવરમાં માત્ર 219 રનમાં ઓલ આઉટ થઈ ચૂકી હતી. જેમાં વોશિંગ્ટન સુંદર એ 51 રન કર્યા હતા તો શ્રેયસ ઐયર 49 રન કર્યા હતા.
બીજા દાવમાં ન્યૂઝીલેન્ડની ટીમે 18 ઓવરમાં એક વિકેટ ગુમાવી 104 રન કર્યા હતા પરંતુ મેચ દરમિયાન વરસાદ શરૂ થવાને કારણે મેચ રોકવામાં આવી હતી અને ત્યારબાદ વરસાદના કારણે ડકવુંર્થ લુઇસના નિયમ અનુસાર મેચ રદ થઈ. આ નિયમ અનુસાર કોઈ પણ ટીમ દ્વારા 50 ઓવરની મેચમાં 20 ઓવર રમી નાખી હોય તો તે નિયમ અનુસાર જે-તે ટિમ વિજેતા બને.
પરંતુ ન્યૂઝીલેન્ડ ની ટીમે માત્ર 18 ઓવર રમી અને ત્યાં વરસાદ આવવાને કારણે મેચ રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ટીમ ઇન્ડિયા ની વાત કરવામાં આવે તો બેટિંગ અને બોલિંગ બંને લાઈન તરફથી ટીમ ઇન્ડિયા ત્રીજી વન-ડેમાં ફ્લોપ રહી અને કોઈ ખાસ એવો પ્રભાવ પાડી શક્યા ન હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!