India

એશિયા ની સૌથી મોટી ધારાવી ઝુપડપટ્ટી ના પ્રોજેકટ માં ગૌતમ અદાણી એ લગાવી સૌથી મોટી બોલી 5,069 કરોડ માં,,જાણો.

Spread the love

આપણા ભારતમાં આવેલું મહારાષ્ટ્ર રાજ્ય અને એમાં આવેલું મુંબઈ શહેર બાબતે એક કહેવત છે મુંબઈ શહેરમાં રોટલો છે પણ ઓટલો નથી. મુંબઈ શહેરમાં કોઈપણ વ્યક્તિ દેશના ગમે તે ખૂણેથી આવે તેને કોઈપણ કામ ધંધો મળી શકે છે. પરંતુ મુંબઈની વસ્તી એટલી બધી છે કે ત્યાં રહેવાનું સહેલાઈથી મળી શકતું નથી. મુંબઈ શહેરમાં અનેક ઝુપડપટ્ટી આવેલી છે. જેમાંની એક ઝુપડપટ્ટી એટલે ધારાવી ની ઝૂંપડપટ્ટી.

હાલમાં મહારાષ્ટ્ર સરકારે મુંબઈમાં આવેલી ધારાવીની ઝુપડપટ્ટીને રી-ડેવલપમેન્ટ કરવાનું એક પ્લાન તૈયાર કર્યો છે. સરકાર દ્વારા મુંબઈ શહેરને વધુ સુંદર બનાવવાની દિશામાં આ એક મોટું પગલું ભરાઈ રહ્યું છે. ધારાવિની ઝુપડપટ્ટી ને રી-ડેવલપમેન્ટ કરવા માટે સરકારે મોટી મોટી કંપનીઓ પાસેથી ડેવલપમેન્ટ ના કોન્ટ્રાક્ટ માટે બોલીઓ મંગાવી હતી. આ બોલીઓમાં ભારતના પ્રખ્યાત ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પણ પોતાની બોલી સામેલ કરી હતી.

ગૌતમ અદાણી આ પ્રોજેક્ટમાં સૌથી આગળ રહ્યા અને તેમને આ કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યા ના સમાચારો સામે મળ્યા છે. મહારાષ્ટ્ર સરકારે મંગળવારના રોજ ધારાવી રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત આવેલી બોલીઓ ખોલી હતી. આ પ્રોજેક્ટ અંતર્ગત 3 બોલીઓ લાગી હતી. જેમાં એક છે નમન ગ્રુપ. આ ગ્રુપની બોલી બિડિંગમાં ક્વોલિફાઇ ન થઇ શકી. ત્યારબાદ અદાણી રિયાલ્ટી અને ડી.એલ.એફની બોલીને ખોલ્યું હતું.

CEOએ કહ્યું કે ગૌતમ અદાણીનાં નેતૃત્વવાળાં અદાણી ગ્રુપની તરફથી આ પ્રોજેક્ટ માટે DLFથી બેગણી વધારે બોલી લગાવી હતી. રિપોર્ટમાં કહ્યું કે અદાણીની બોલી 5,069 કરોડની હતી જ્યારે ધારાવી રિડેવેલોપ્મેન્ટ માટે ડી.એલ.એફની બોલી 2,025 કરોડની હતી. આમ આગામી વર્ષોમાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા ધારવિ નુ રી-ડેવલપમેન્ટ નું કામ શરૂ કરી દેવામાં આવશે. આ કામ શરૂ થતાં ઝુપડપટ્ટીને એક નવું રૂપ મળશે અને તેમાં વસતા ગરીબો ને નવું ઘર મળશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *