ઇન્ટરનેટ છે તો આજે બધું શક્ય છે! લુડો ગેમ મારફતે થયો પ્રેમ લગ્ન સંબંધ માં પરિણમ્યો પોલીસ બની લગ્ન ની સાક્ષી,
રોજબરોજ સોશિયલ મીડિયા ઉપર એવા એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે જેને આપણે ક્યારેય પણ વિચારી ના શકીએ. આજનો જમાનો ઇન્ટરનેટ નો જમાનો છે. ઇન્ટરનેટ દ્વારા આપણે બધી જ વસ્તુઓ મંગાવી શકતા હોઈએ છીએ. વસ્તુઓની વાત તો દૂર રહી હવે તો લોકો ઇન્ટરનેટ થકી એકબીજા માટે લગ્નના જીવનસાથી પણ શોધી શકે છે અને સોશિયલ મીડિયા મારફતે એકબીજાને પ્રેમ થઈ જતા બંને પછી લગ્નના બંધનમાં બંધાઈ જતા હોય છે.
પરંતુ શું તમને ખબર છે ઓનલાઇન આવતી ludo ગેમ માંથી એક યુવક અને એક યુવતીને પ્રેમ થઈ જતા બંને એ લગ્ન કરી લીધા. તો ચાલો આ વાતને વિગતે જાણીએ આ કિસ્સો આપણા ભારત દેશનો જ છે. જેમાં ઉત્તર પ્રદેશના છોકરાએ બિહારની યુવતી સાથે લગ્ન કરી લીધા અને આ બંનેની પ્રેમ કહાની ઓનલાઈન આવતી ludo ગેમ મારફતે શરૂ થઈ હતી.
આ બંને યુવક યુવતી ઓનલાઇન ludo ગેમ રમતા હતા. જે બાદ તેને તેમાં ચેટિંગ શરૂ કર્યું અને બંનેએ એકબીજાનો નંબર લીધો અને ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. બાદમાં યુવતી પોતાનું ઘર છોડીને યુવક સાથે લગ્ન કરવા આવી પહોંચી હતી. આ લગ્નની ઘટના નવરાત્રી ના દિવસોમાં બની હતી. જેમાં જાણવા મળ્યું કે બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા બાદ બિહારના મુઝફ્ફર માં રહેતી યુવતી ઉત્તર પ્રદેશના ગોપાલપુરમાં રહેતા યુવક સાથે લગ્ન કરવા એકલી આવી પહોંચી હતી.
અને નવરાત્રીના દિવસોમાં મંદિરમાં ખૂબ જ ભીડ હોય આ બંને યુવક યુવતી મંદિરમાં લગ્ન કરવા આવ્યા હતા. ત્યારે આજુબાજુના લોકોને ખ્યાલ આવતા તે લોકોએ ત્યાં પોલીસને બોલાવી હતી. જે બાદ પોલીસે આવીને યુવતીની માતા સાથે ફોનમાં વાત કરી હતી ત્યારે યુવતીને માતાએ જણાવ્યું હતું કે તેની પુત્રી હવે પુખ્ત વયની છે આથી તે જે ઈચ્છે તેની સાથે લગ્ન કરી શકે છે.
આથી તેની માતાની પરમિશન મળી જતા યુવક અને યુવતીએ લગ્ન કરી લીધા હતા અને આ લગ્નના સાક્ષી પોલીસ અને આજુબાજુ રહેલા ઘણા બધા લોકો બન્યા હતા. આમ આવો અનોખો કિસ્સો હાલ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ લોકોને મનોરંજન પૂરું પાડે છે અને લોકો આ કિસ્સો વાંચીને અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આમ આવી અનેક ઘટનાઓ રોજબરોજ સામે આવતી હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!