લગ્ન બાદ રસ્તા પર ફાસ્ટ ફૂડ ની શોપ પર જોવા મળતા આ સુંદર કપલ ને જોઈ ને આંખો થઇ જશે પહોળી…જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા પર વાયરલ થતા અમુક વિડીયો માં આપણને પતિ-પત્ની નો પ્રેમ જોવા મળતો હોય છે. એવો જ એક વિડીયો સામે આવ્યો છે. પત્ની તેના પતિ ને કામ માં જે રીતે સહાય કરે છે તે જોઈ ને લોકો એ ખુબ જ વખાણ કર્યા. વિડીયો માં જોઈ શકાય છે કે એક સુંદર પંજાબી કપલ રસ્તા માં ફાસ્ટ ફૂડ ની દુકાન ચલાવે છે. આ કપલ ના હજુ નવા નવા જ લગ્ન થયા છે.
રસ્તા પર ફાસ્ટ ફૂડ ની શોપ ચલાવનાર આ પતિ-પત્ની નો અંદાજ કંઈક અલગ જ છે લોકો આ કપલ ને જોઈ ને તેના દીવાના થઇ ગયા. આ કપલે જાલંધર માં રસ્તા પર પિઝા, પાસ્તા અને અન્ય ફાસ્ટ ફૂડ ની આયટમ ની શોપ ખોલેલી છે. એવામાં એક વ્યક્તિ વિડીયો બનાવવા તેની નજીક જાય છે. તેના જીવન બાબતે જાણવાની કોશિશ કરે છે. આ સમયે પતિ પાસ્તા બનાવી રહ્યો હોય છે અને પત્ની પિઝા બનાવી રહી હોય છે…જુઓ વિડીયો.
View this post on Instagram
આ વ્યક્તિ તેમને સવાલ પૂછે છે કે, તે લોકો કઈ રીતે ભેગા થયા અને લગ્ન કર્યા ત્યારે તે યુવકે જણાવ્યું કે તેની પત્ની ની મુલાકાત તેની સાથે ઇન્સ્ટાગ્રામ માં થઇ હતી અને આ મુલાકાત લગ્ન માં ફેરવાય ગઈ. આજકાલ ના અમુક કપલ લગ્ન કર્યા બાદ તરત જ ફરવા ચાલ્યા જતા હોય એવામાં આ સુંદર કપલ ને જોયા બાદ લોકો તેના ફેન થઇ ચુક્યા છે. લોકો વિડીયો જોઈ કોમેન્ટ માં લખે છે કે, સમજદાર કપલ…
આ સુંદર વીડિયો ઈન્સ્ટાગ્રામ હેન્ડલ @therealharryuppal દ્વારા શેર કરવામાં આવ્યો છે. તેણે કેપ્શનમાં કહ્યું, ‘આ નવવિવાહિત કપલ પંજાબમાં પિઝા વેચે છે. આ વિડીયો ને 33.4 મિલિયન (3.3 કરોડ) વ્યૂઝ અને 40 લાખથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. અન્ય એક યુઝરે લખ્યું કે સાચો પ્રેમ જુઓ, નાની દુકાનમાં કામ કરે છે પણ ખુશ છે. આવી અનેક કોમેન્ટો આ પતિ-પત્ની ને મળી ચુકી છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.