Gujarat

પ્રસિદ્ધ હાસ્યકલાકર હકભા ગઢવી આ નાના એવા ગામથી છે..જાણો તેનું સાચું નામ અને હુલામણું નામ..માત્ર 14-વર્ષ ની ઉંમરે..

Spread the love

ગુજરાત ના ઘરો ઘરો માં પ્રસિદ્ધ એવા હાસ્યકલાકાર હકભા ગઢવી. હકભા ગઢવી ના જોક્સ અને તેમની વાત રજૂ કરવાની રીત આજે સૌ કોઈ ને ગમે છે. આજે હકભા ગઢવી ગુજરાત વાસીઓ ના પ્રિય એવા હાસ્યકલાકાર બની ગયા છે. શું તમે હકભા ગઢવી ના ગામ અને તેના સાચા નામ વિષે જાણો છો? આજે તમને હકભા ગઢવી વિષે જણાવીશું. હકભા ગઢવી સુરેન્દ્રનગર જિલ્લા ની અંદર આવેલ હળવદ તાલુકા ના સર્વપરા ગામ ના છે. તેમનું મોસાળ મુઢવાણા છે.

પહેલા હકભા ગઢવી ની આર્થિક પરિસ્થિતિ ખુબ જ ખરાબ હતી. હકભા ગઢવી પહેલા જૂનાગઢ માં રહીને સાધુ સંતો ની સેવા કરતા હતા. નાનપણ માં જ હકભા ગઢવી ના માતા-પિતા મૃત્યુ પામ્યા હતા. હકભા ગઢવી ના જન્મ ના એક જ વર્ષ માં તેમના માતા મૃત્યુ પામ્યા અને પાંચ-સાત વર્ષ બાદ તેમના પિતા પણ મૃત્યુ પામ્યા હતા. તે તેમના દાદી બાલુબા ની સાથે રહયા હતા.

હકભા ગઢવી એ નાનપણ થી જ કામ ધંધો શરુ કરી દીધો હતો. તે માત્ર 14-વર્ષ ની ઉમર માં જ કામે જતા હતા. હકભા ગઢવી ને નાનપણ માં ઘણા બધા કામો કરેલા છે. હકભા ગઢવી એ નાનપણ માં પૂઠા બનાવવાની ફેક્ટરી માં ત્યારબાદ કેમિકલ ની કંપની માં અને ત્યારબાદ ઘંટી ચલાવવા નું કામ પણ કરતા હતા. હકભા ગઢવી પહેલા રામામંડળ માં ખુબ જ જોક્સ કરતા હતા. નાનપણ થી જ તે જોક્સ બહુ કરતા હતા,

ગમે તેવી નાની વાત ને પણ હાસ્યાસ્પદ રીતે રજૂ કરવાની એક કળા તેમનામાં હતી. તેણૅ કહ્યું કે, એકવાર તે મોરારીબાપુ ને મળ્યા ત્યારથી તે જીવન માં ઘણા જ આગળ આવી ગયા હતા. હકભા ગઢવી નું હુલામણું નામ હકો છે. અને તેમનું સાચું નામ મનહરદાન ચંદુભાઈ ગઢવી છે. તેણે જણાવતા કહ્યું હતું કે, તેમને માયાભાઇ આહીર અને કિર્તીદાનભાઈ ગઢવી પાસે થી ઘણું જ શીખવા મળ્યું હતું.આજે તેમના કાર્યક્રમ માં લોકો ની ભારે ભીડ ઉમટી પડે છે. લોકો તેના કાર્યક્રમ માં મંત્રમુગ્ધ થઇ જતા હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *