દિલધડક નું રેસ્ક્યુ ! નદીના તેજ પ્રવાહ ની વચ્ચે પાણી સાથે બાથ ભીડતા વાઘ ને બચાવવા વન વિભાગે એવું કર્યું કે…જુઓ વિડીયો.
હાલ આખા ભારત માં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. એવામાં ઠેર ઠેર થી ખતરનાક વિડીયો સામે આવી રહ્યા હોય છે. જેમાં લોકો ના ઘરો માં પાણી ઘુસી જવાના લીધે લોકો નું ભારે પરિસ્થિતિ માં રેસ્ક્યુ કરવામાં આવતું હોય છે. મનુષ્ય સાથે સાથે એક વાઘ નું પણ હાલમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જેમાં એક વાઘ ઘાઘરા નદી માં પાણી ના તેજ પ્રવાહ માં ચાલ્યો ગયો હતો. બાદ માં તેના પર ડ્રૉન કેમેરા થી સતત બે કલાક સુધી નજર રાખીને ને ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
દૂધ ગામ નજીક આવેલા ગિરિજાપુરી બેરેજ ના ગેટ નંબર-24 પાસે ગામ ના લોકો એ એક વાઘ ને નદી ના પ્રવાહ ની સામે લડતો જોયો હતો. ગામના લોકો એ તાત્કાલિક ડી.એફ.ઓ ને જાણ કરી હતી. ડી.એફ.ઓ ની ટિમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી. આ દરમિયાન વન વિભાગ ની ટિમ સતત બે કલાક સુધી ડ્રોન કેમેરા વડે વાઘ પર નજર રાખી રહી હતી. આ આખી ઘટના કટારનીયા ઘાટ પર વાઇલ્ડલાઇફ ડિવિઝન માં બની હતી.
View this post on Instagram
ઘાઘરા નદી માં પાણી નો પ્રવાહ ઓછો કરવા ગિરિજાપુરી બેરેજ નો દરવાજો બંધ કરી દેવામાં આવ્યો હતો. ગિરિજાપુરી બેરેજ નો દરવાજો બંધ કરતા ધીમે ધીમે પાણી નો પ્રવાહ ઓછો થવા લાગ્યો હતો. જે બાદ વાઘ ધીમેધીમે કિનારે પહોંચ્યો હતો. બાદ માં ગામ ના લોકો એ વાઘ ને શેરડી ના ખેતરમાંથી સદર બેટમાં પ્રવેશતો જોયો હતો. બે કલાક ના મહા રેસ્ક્યુ બાદ વાઘ ને બહાર કાઢવામાં સફળતા મળી હતી.
A young looking tiger tried to cross Gerua river along the heavy current but flown away upto Girijapuri barrage in Bahraich. Tiger looked in trouble. pic.twitter.com/onDfjtymDL
— Ramesh Pandey (@rameshpandeyifs) July 22, 2022
કતારનિયાઘાટ ના ક્લબ ના પ્રમુખ ભગવાનદાસ લખમણી એ કહ્યું કે, વાઘ પાણી માં સારી રીતે તરી શકે છે. આથી વાઘ નદી ના પાણી ની વચ્ચે લાંબો સમય ટકી શકયો હતો. અને નદી ના ધસમસતા પ્રવાહ માં તે ટકી શકયો હતો. વન વિભાગ તરફ થી જાણવા મળ્યું કે, જરૂર પડે સદર બેટ માં ઉચ્ચ કેમેરા પણ લગાવવામાં આવશે. અને ત્યાં ના પ્રાણીઓ પર પુરી તકેદારીઓ રાખવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!