Gujarat

ડિલિવરી સમયે માતા ને એટેક આવતા માતા દીકરી નું થયું કરુંણ મૃત્યુ ત્યારબાદ પરિવારે એવો નિર્ણય કર્યો કે..

Spread the love

આપણા સમાજ માં ઘણા લોકો હવે મૃત્યુ બાદ પોતાના અંગોનું દાન કરતા જોવા મળે છે. આપણા સમાજ માં ઘણા બધા દાન કરવામાં આવતા હોય છે. પરંતુ કહેવાય છે ને અંગદાન ને મહાદાન કહેવામાં આવે છે. એટલે કે અંગો નું દાન શ્રેષ્ઠ દાન છે. મૃત્યુ પછી મૃત શરીર ના અંગોનું દાન કરીને બીજા ના શરીર માં પણ લોકો જીવિત રહી જતા હોય છે. જૂનાગઢ થી થોડા સમય પહેલા જ એવો એક કિસ્સો સામે આવ્યો હતો અને હાલ ફરી જૂનાગઢ થી એવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક મહિલા ની આંખો નું દાન થતા બે લોકો ને નવું જીવન મળ્યું છે.

જૂનાગઢ માં રહેતા શ્રીનાથભાઈ સોલંકી ના ધર્મપત્ની મોનિકાબહેન ગર્ભવતી હતા. મોનિકાબહેન ને નવમો મહિનો ચાલી રહ્યો હતો. મોનિકાબહેન ની ડિલિવરી કરતા સમયે મોનિકાબહેન ને એટેક આવી ગયો અને મોનિકાબહેન મૃત્યુ પામ્યા હતા. પરંતુ તપાસ બાદ જાણવા મળ્યું કે, તેના ગર્ભ માં રહેલું બાળક જીવિત છે. આથી ડોક્ટરો એ સીઝીરીન કરી બાળક ને બહાર કાઢ્યું. સદનસીબે બાળક પણ જન્મતા જ મૃત્યુ પામ્યું હતું. માતા અને બાળક બને મૃત્યુ પામતા પરિવાર ના લોકો ને ભારે આઘાત લાગ્યો હતો.

પરિવારે હિંમત થી કામ લીધું અને મોનિકાબહેન ના ચક્ષુ ઓ નું દાન કરવાનો નિર્ણય કર્યો. બાદ માં જૂનાગઢ પંજુરી આઈ કલેક્સન સેન્ટર ના ડોક્ટર સુરેશભાઈ ઊંજીયા, એડવોકેટ ગીરીશભાઈ મશરૂ એ મોનિકાબહેન નું ચક્ષુ નું દાન સ્વીકાર્યું હતું. અને બને આંખો ને રાજકોટ મેડિકલ કોલેજ ખાતે મોકલવામાં આવી જેથી અન્ય ને નવું જીવન મળી શકે.

અને ત્યાં બે લોકો ના જીવન માં અંધારું દૂર થયું અને નવી રોશની મળી. આમ એકબાજુ માતા-બાળક ના મૃત્યુ નું દર્દ હતું અને બાદ માં ભારે હૈયે મોનિકાબહેન ના ચક્ષુ નું દાન કરી મોનિકાબહેન ના પરિવારે એક ઉમદા કામ કર્યું હતું. અને સમાજ માં એક ઉદાહરણરૂપ દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *