પ્રખ્યાત કોમેડી સિરિયલ ‘ભાભીજી ઘર પર હે’ ના કલાકાર મલખાન સિંહ નું દુઃખદ અવસાન..ક્રિકેટ રમતા અચાનક…
ભારત માં ઘણી ટીવી સિરિયલો લોકો ની પ્રિય સિરિયલો છે. એમાંની એક પોપ્યુલર સિરિયલ ‘ ભાભીજી ઘર પર હે ‘ કે જે લોકો ને ખુબ જ મનોરંજન પૂરું પાડે છે. આ સિરિયલ માં આવતા કલાકાર મલખાન સિંહ એટલે કે દીપેશ ભાન નું અચાનક નિધન થઇ જતા તેના ફેન્સ ના ચહેરા પર ભારે ગમગીન વાતાવરણ જોવા મળ્યું. મલખાન સિંહ પોતાના અભિનય થી લોકો ને ખુબ જ હસાવતા હતા. તે અચાનક લોકો વચ્ચે થી ચાલ્યા જતા શોક ની લાગણી ફરી વળી હતી.
જાણવા મળ્યું કે, શનિવારે મલખાન સિંહ ક્રિકેટ રમતા હતા ક્રિકેટ રમતા રમતા અચાનક તે પડી ગયા અને તેના નાક માંથી લોહી નીકળવા લાગ્યું હતું. તેને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. પરંતુ ડોક્ટરો એ તેમને મૃત જાહેર કર્યા હતા. જાણવા મળ્યું કે શુક્રવારે તેઓ શૂટિંગ પણ કરતા હતા. તેઓ શનિવારે જિમ માં ગયા અને ત્યાંથી આવીને ક્રિકેટ રમવા લાગ્યા હતા.
મલખાન સિંહ ના મૃત્યુ બાદ મૃત્યુ અંગે શો ના સહાયક ડાયરેક્ટર અભિનીત દ્વારા આ વાત કહેવામાં આવી હતી સાથોસાથ ટીકા સિંહ નું કિરદાર ભજવનાર વૈભવ માથુરે પણ ભારે હૈયે આ વાત ને કહી અને તેણે ને કહ્યું કે આ વાત માં હવે કઈ બોલવા જેવું નથી. દીપેશ ભાન ના જીવન ની વાત કરવામાં આવે તો દીપેશ ભને દિલ્હી માં ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા માં એડમિશન માં એડમિશન લીધું હતું. તેમના લગ્ન 2019 માં દિલ્હી માં થયા હતા. અને તેઓ 2021 માં એક બાળક ના પિતા પણ બની ગયા હતા.
દીપેશ ભાન ભાભીજી ઘર પર હે તે સિરરિયલ ઉપરાંત બીજી અનેક સિરિયલો માં તેણે કામ કરેલું છે. જેમાં ‘કોમેડી કે કિંગ કોન’, ”ભૂતવાલા”, “FIR “સહિત બિંદાસ્ત ટીવી પર “ચૈપ” અને “સુંન યાર ચીલ માર “જેવા શોમાં કામ કર્યું હતું. વર્ષ ૨૦૦૭ માં આવેલી ફિલ્મ “ફાલતુ ઉટપટાંગ ચટપટી કહાની “માં પણ દીપેશ ભાન એ કામ કર્યું હતું.સાથે જ તેઓ આમિર ખાન સાથે T૨૦ ની જાહેરાત માં પણ જોવા મળ્યા હતાં.આમ અચાનક દીપેશ ભાન ના મૃત્યુ પછી આ શો થી જોડાયેલાં દરેક સ્ટાર્સ અને ક્રું મેમ્બર્સ શોકમાં જોવા મળ્યા હતાં.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!