લોકો ના પ્રિય એવા પ્રખ્યાત ગાયક ‘કે.કે’ એ દુનિયાને કહી દીધું અલવિદા…મૃત્યુ નું કારણ જાણવા મળ્યું કે…
બૉલીવુડ માટે એક દુઃખદ ઘટના સામે આવી છે. બૉલીવુડ ના એક ફેમસ સિંગર કે.કે નું હાર્ટ એટેક થી નિધન થયું છે. તે એક શો કરતા હતા. શો કરતા કરતા અચાનક જ તેમને એટેક આવ્યો અને બાદ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તબીબો એ મૃત જાહેર કર્યા હતા. વધુ વિગતે જાણવા મળ્યું કે, સિંગર કે.કે બે દિવસ કોન્સર્ટ માટે કોલકાતા ગયેલા હતા.
આ દરમિયાન તેમણે એક પ્રોગ્રામ કોલકાતા ના વિવેકાનંદ કોલેજ માં કર્યો હતો. જેમાં એક કોન્સર્ટ પૂરું કર્યા બાદ બીજા કોન્સર્ટ દરમિયાન આ દુઃખદ ઘટના બની હતી. કે.કે નું પૂરું નામ કૃષ્ણકુમાર કુન્નાથ છે. તેઓ 53-વર્ષ ના હતા. તેનું બૉલીવુડ માં અલગ જ નામ હતું. તેમણે 200 થી પણ વધુ ગીતો ગાયેલા છે. તેમને માત્ર હિન્દી માં જ નહીં પરંતુ ઘણી બીજી ભાષાઓ માં પણ ગીતો ગાયા હતા.
કે.કે ના નિધન ને લઈને બૉલીવુડ માં શોક ની લાગણી છવાય ગઈ છે. ઘણા મોટા મોટા દિગ્જ્જો એ કે.કે ના નિધન પર શોક પ્રકટ કર્યો હતો. કે.કે. ના નિધન પછી પી.એમ નરેન્દ્ર મોદી એ પણ દુઃખ પ્રકટ કર્યું હતું. નરેન્દ્ર મોદી એ ટ્વીટ કરી કહ્યું હતું કે, તેમને ગીતો દરેક વય જૂથ ના લોકો સાથે જોડાયેલી લાગણીઓ ને પ્રતિબિમ્બિત કરે છે. કારણ કે દરેક વયજૂથ ના લોકો સાથે તાલ મેળવે છે.
કે.કે એ ગીતો ની દુનિયામાં 90 ના દાયકામાં ”યારો” ગીત થી પોતાનું કરિયર શરુ કર્યું હતું. તેમના ગીતો લોકો ને ખુબ જ પ્રિય હતા. તે જયારે પણ પ્રોગ્રામ કરતા ત્યારે હજારો ની સંખ્યામાં લોકો ની ભીડ જોવા મળતી હતી. પણ હવે કે.કે એ દુનિયા ને અલવિદા કહી દીધું છે. આખા ભારત દેશે એક સુંદર ગાયક ને ખોય બેઠા છે.