કાર અને ડમ્પર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ઘટના સ્થળ પર જ ચાર લોકો ના કમકમાટી ભર્યા મોત થયા. જાણો ક્યાં બની ઘટના…

ગુજરાત માં રોજબરોજ અકસ્માત ના બનાવો સામે આવતા જ રહે છે. અને નિર્દોષ લોકો અકસ્માત માં મોત ને ભેટતા હોય છે. એવી જ એક ઘટના ભાવનગર થી સામે આવી છે. ભાવનગર માં અકસ્માત થતા કાર માં બેસેલા ચાર લોકો ને અકસ્માત માં ઘટના સ્થળે જ મોત થયા હતા. ભાવનગર માં નવાબંદર પાસે વહેલી સવારે એક સ્વીફ્ટ કાર અને ડમ્પર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો છે.

અકસ્માત થતા ઘટના સ્થળે જ ચાર લોકો મૃત્યુ પામ્યા. ઘટના એટલી ભયાનક હતી કે જોનારા ની આખો ફાટી ગઈ. અને સ્વીફ્ટ કાર નો આગળના ભાગ નો કુરચો નીકળી ગયો હતો. ઘટના ની જાણ પોલીસ ને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને 108 પણ આવી પહોંચી હતી. તમામ મૃતદેહો ને બહાર કાઢવામાં આવ્યા હતા.

કાર માંથી મૃતદેહો ને બહાર કાઢીને રસ્તા પર જ લાશો મુકવામાં આવતા પરિવાર પોતાના પરિવાર જનો ને જોતા જ રડી પડ્યા હતા. પરિવાર ના સભ્યો ની હાલત રોઈ રોઈ અડઘી થઇ ગઈ હતી. ભારે જહેમત બાદ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. કારણ કે કાર નો સાવ કૂચલો જ બોલી ગયો હતો. પરીવાર ના માથે મહામુસીબતો આવી પડી છે.

હજુ સુધી વધુ માહિતી બહાર આવી નથી. આમ અકસ્માત માં લોકો ખુબ જ મૃત્યુ પામતા હોય છે. ક્યારેક અકસ્માત માં લોકો ખુબ જ ગંભીર રીતે ઘાયલ થતા હોય છે. ક્યારેક ડ્રાયવર ને જોકું આવી જતા તો ક્યારેક સામે થી ફૂલ સ્પીડે કોઈ વાહન આવતા ગંભીર અકસ્માત થતા હોય છે. અને લોકો ભયાનક રીતે ઘટના નો ભોગ બનતા હોય છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published.