India

6-માસુમ બાળકો ને કુવા માં નાખી માતા બહાર ઉભી ઉભી બાળકો ને મરતા જોતી રહી. કારણ માત્ર એટલું જ હતું કે…

Spread the love

અવારનવાર આપઘાત ના બનાવો ખુબ જ સામે આવતા હોય છે. મહારાષ્ટ્ર માંથી એક બનાવ સામે આવ્યો છે. બનાવ એટલો બધો ભયાનક છે કે સાંભળીને આંખ માંથી આંસુ વયા જાય. મહારાષ્ટ્ર માં એક માતા એ તેના 6-બાળકો ને એક પછી એક કુવા માં નાખી દીધા અને તમામ બાળકોના મોત નિપજ્યા છે. મહારાષ્ટ્ર ના રાયગઢ જિલ્લાના મહાડ તાલુકાના બોરવાડી ગામમાં આ ઘટના બની છે.

જાણવા મળ્યું કે માતા એ તેના 6-બાળકો જેમાં 5-પુત્રી અને 1-પુત્ર ને કુવામાં નાખી દીધા હતા. કુવા માં નાખી ને તે પોતે બહાર જ ઉભી રહી હતી. મંગળાવરે સવારે આ તમામ ના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના માં પોલીસે માતા ની ધરપકડ કરી નાખી છે. માતા ને પૂછતાં જાણવા મળ્યું કે, સોમવારે સવારે મહિલાના સસરા દ્વારા ખુબ જ માર મારવામાં આવ્યો હતો.

આ ઘટના બાદ મહિલા ખુબ જ રોષે ભરાઈ હતી અને અને મહિલા એ રાત્રે પોતાના બાળકો ને મારવા માટે આ નિર્ણય કર્યો અને તમામ ને કુવા માં નાખી દીધા હતા. જાણવા મળ્યું કે મરનાર તમામ બાળકો ની ઉમર 3-વર્ષ થી 10-વર્ષ ની વચ્ચે હતી. માતાનું નામ રૂના ચિખુરી સાહની (30-વર્ષ) છે. મરનાર બાળકો માં રોશની (10-વર્ષ), કરિશ્મા (8-વર્ષ), રેશ્મા (6-વર્ષ), વિદ્યા (5-વર્ષ), શિવરાજ (3-વર્ષ), રાધા (3-વર્ષ) છે.

માતા એ પારિવારિક ઝગડામાં આ પગલું ભર્યું હોય તેવું જાણવા મળ્યું છે. પારિવારિક ઝગડો થતા તેનો ભોગ તેના બાળકો બન્યા છે. માસુમ બાળકો ને મારી ને માતા એ ખુબ જ મોટી ભૂલ કરી છે. પોલીસે માતા ને પકડી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે. તમામ બાળકો ના મૃતદેહો કુવામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *