GujaratHelth

ટ્રક-ટ્રેલર ભયાનક રીતે અથડાતા ડ્રાયવર અને ક્લીનર મોત ને ભેટ્યા. જાણો ક્યાં સર્જાયો અકસ્માત…

Spread the love

ગુજરાત માં રસ્તા પર રોજેરોજ કેટલાય અકસ્માતો થતા હોય છે. અને કેટલાય લોકો અકસ્માત નો ભોગ બનતા હોય છે. એવામાં બનાસકાંઠા જિલ્લા માંથી ફરી એક અકસ્માત ની મોટી ઘટના સામે આવી છે. બનાસકાંઠા ના ડીસા માં ટ્રક અને ટ્રેલર વચ્ચે અક્સમાત થતા ડ્રાયવર અને ક્લીનર નું મોત નીપજ્યું છે. વિગતે જાણવા મળ્યું કે, પાલનપુર તરફથી એક પથ્થર ભરેલું ટ્રેલર એક ઓવરબ્રિજ પરથી પસાર થી રહ્યું હતું.

આ જ સમયે ધાનેરા થી જીરું અને ઇસબગુલ ભરેલી એક ટ્રક આવી રહ્યો હતો. આ દરમિયાન ટ્રક અને ટ્રેલર સામસામે અથડાતા બન્ને વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. બન્ને સામસામે અથડાયા હતા અને બન્ને નિ કેબીન નો કુરચો બોલી ગયો હતો. રોન્ગ સાઈડ માંથી વાહન આવી રહ્યું હોય બને વચ્ચે અથડામણ સર્જાયો હતો. અને આ અકસ્માત માં બે લોકો ના મોત થયા હતા.

અકસ્માત દરમિયાન પથ્થર અને કેબીન ની વચ્ચે ડ્રાયવર અને ક્લીનર ફસાઈ જતા બન્ને નું અકસ્માતે મોત થયું હતું. જયારે ટ્રક માં બેઠેલા બે લોકો ને નાની ઈજાઓ થવા પામી હતી. બનાવ ની જાણ ડીસા પોલીસ ને થતા પોલીસ અને ટ્રાફિક પેટ્રોલિંગ ટિમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. પોલિસ ની
સતત 7-કલાક ની મહેનત કરી હતી.

અને લાશો ને બહાર કાઢી હતી. લાશો ને પીએમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, ક્રેઈન ની મદદ થી લાશો ને બહાર કાઢવામાં આવી હતી. ગુજરાત માં અનેક આવી અક્સમાત ની ઘટના સામે આવતી રહે છે. લોકો અકસ્માત નો ભોગ બનતા પરિવાર ના માથે મહામુસીબતો આવી પડે છે. પરિવાર ના લોકો ના ઘર નો સહારો અચાનક ચાલ્યો જતા પરિવાર શોક માં આવી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *