આગામી 2-જૂને હાર્દિક પટેલ ભાજપ માં જોડવા જય રહ્યો છે, એવામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે આપ્યું મોટું નિવેદન…
હાર્દિક પટેલ ના ભાજપ માં પ્રવેશ થવાનો હોય ગુજરાત ના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે એક મહત્વનું નિવેદન આપ્યું છે. હાર્દિક પટેલ આગામી 2-જૂને ભાજપ માં જોડાવા જય રહ્યો છે. જે બાબતે નીતિનભાઈ પટેલ મીડિયા સમક્ષ આવી ને મોટું નિવેદન આપ્યું છે. મહાત્મા મંદિર ખાતેના એક કાર્યક્રમ માં હાજરી આપ્યા બાદ નીતિનભાઈ પટેલે મીડિયા સમક્ષ કહ્યું હતું કે, કોઈ પણ વ્યક્તિને પાપી ગણવો યોગ્ય નથી, કારણ કે સારું અને સાચું કામ કરવા તે વ્યક્તિ પ્રતિબદ્ધ બને તો વ્યક્તિ ને કામ કરવાની તક મળતી હોય તેવી વાત નો ઉલ્લેખ કર્યો હતો.
અને કહ્યું કે સારું અને સાચું કામ કરતા લોકો ને તેની પાર્ટી આવકારે છે. તેને કહ્યું કે તે કોઈ મહાત્મા નથી કે તે ગમે તે વ્યક્તિ ને પાપી ગણી બેસે. નીતિનભાઈ એ કહ્યું કે કોઈપણ વ્યક્તિ જો ભૂલ કરી બેસે તો તેને સુધારવાની તક મળવી જોઈ એ. સમાજ માં ના કોઈપણ વ્યક્તિ રાષ્ટ્ર સેવા, સમાજસેવા કરવા ભારતીય જનતા પાર્ટી ના માધ્યમ થી જોડાય તેને આવકાર્ય છે.
હાર્દિક પટેલ ના ભાજપ ના જોડાવાના કાર્યક્રમ દરમિયાન નીતિનભાઈ પટેલ સહિત અનેક પૂર્વ મંત્રીઓ હાજર રહે તેવી કવાયત ભાજપ દ્વારા શરુ કરવામાં આવી રહી છે. જાણવા મળ્યું કે હાર્દિક ના ભાજપ માં જોડાવાથી ઘણા કાર્યકર્તાઓ નારાજ છે. ભાજપ વિરૃદ્ધ નિવેદનો કરનાર હાર્દિક પટેલ ને હાઈ કમાન્ડ ના કહેવાથી ભાજપ માં જોડવામાં આવી રહ્યો છે.
આંદોલન દરમિયાન હાર્દિક પટેલ ની સામે અમુક ભાજપ ના નેતાઓ તેના વિરુદ્ધ માં હતા. તેવા ખાસ નેતાઓ ને હાર્દિક પટેલ ના કાર્યક્રમમાં હાજર રહેવા ખાસ કવાયત હાથ ધરવામાં આવી રહી છે. હવે જોવાનું રહ્યું કે કેટલા નેતાઓ હાજર રહીને હાર્દિક પટેલ ને ભાજપ માં આવકારે છે. આગામી દિવસો માં હાર્દિક પટેલ ભાજપ માં જોડાય ને પાર્ટી માટે સારું કરે તેવો તેનો ધ્યેય દેખાય રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!