સિદ્ધુ મુસેવાલા ની જેમ જ અગાઉ પણ પંજાબ નાં મશહૂર ગાયક ની ગોળીઓ થી વીંધી ને હત્યા કરી નાખવામાં આવી હતી. જાણો કોણ હતા તે કલાકાર…
તાજેતર માં પંજાબ નાં પ્રખ્યાત ગાયક સિદ્ધુ મુસેવાલા પર ધડાધડ ગોળીઓ ચલાવીને હત્યા નીપજાવી દેવામાં આવી છે. સિદ્ધુ મુસેવાલા પંજાબ ના પ્રખ્યાત ગાયક અને કોંગ્રેસ નાં કાર્યકર્તા પણ હતા. દિન દહાડે સિદ્ધુ મૂસેવાલા ની હત્યા નિપજતા ભારે ચકચાર થવા પામી છે. સિદ્ધુ ની અંતિમ યાત્રા માં તેના ચાહકો ની ભારે ભીડ ઉમટી પડી હતી. તેના પિતા એ અને તેના ચાહકો એ ભીની આંખે શ્રધાંજલિ આપી હતી. પંજાબ માં આ પહેલી ઘટના નથી કે જે કલાકાર ની પ્રથમ હત્યા કરી નાખવામાં આવી હોય. આની પહેલા પણ એક કલાકાર કે જે પંજાબ નાં હતાં તેની પણ ગોળીઓ દ્વારા હત્યા કરી નાખવામાં આવી હતી.
સિદ્ધુ મૂસેવાલા ની જેમ જ પંજાબ નાં એક કલાકાર અમરસિંહ ચમકીલા ની પણ આવી જ રીતે હત્યા કરી નાખવામાં આવી હતી. અમરસિંહ ચમકીલા પણ પંજાબ માં એક મશહૂર ગાયક હતા. અમરસિંહ ની હત્યા કરી નાખવામાં આવી ત્યારે તે માત્ર ૨૮- વર્ષ ના જ હતા. હજુ સ્ટેજ પર પર્ફોર્મ કરે તે પહેલાં જ તેના પત્ની અમરજોત કોર અને તેના એક સ્ટેજ પાર્ટનર ની હત્યા કરી નાખવામાં આવી હતી. અમરસિંહ ચમકીલા નો જન્મ ૨૧- જુલાઈ ૧૯૬૦ માં રોજ થયો હતો. તેનું જીવન બાળપણ માં ગરીબી માં થી પસાર થયું હતું.
તેમને નાનપણ થી જ ગાવાનો ખૂબ શોખ હતો. સાથોસાથ તેમણે નાનપણ થી જ ઢોલ વગાડવાનું અને હાર્મોનિયમ વગાડવાનું શીખી લીધું હતું. અમરસિંહ નાનપણ માં ઈલેક્ટ્રીશિયન બનવા માંગતા હતા પણ ઘર ની હાલત ગરીબી માંથી પસાર થતી હતી માટે તેનું સપનું પૂરું થયું નઈ. તે એક મિલ માં કામ કરતા હતાં. મિલ માં જો સમય મળી જતો તો તે સમય દરમિયાન તે ગીતો જાતે લખતા હતા. તે સમયે સુરિંદર શિંદે નામના પ્રખ્યાત ગાયક હતા. તેણે સુરીંદર માટે ગીતો લખવાનું શરુ કર્યું અને સૂરિંદર ને પસંદ પણ આવ્યા હતા. ત્યારબાદ અમરસિંહ પોતાની માટે જ ગીતો લખતા હતા.
અમરસિંહ જે ગીતો લખતા જેમાં ખરેખર પંજાબ ની અનોખી ઝલક જોવા મળતી હતી. તે સમાજ માં થતાં સ્ત્રીઓ પર થતાં અત્યાચાર પર પણ ગીતો લખતા હતા. ભજનો પણ લખતા હતા. તે ગીતો ગતા ત્યારે વચ્ચે વચ્ચે કૉમેન્ટ્સ પણ આપતા હતા. તેનું ઓછા સમય માં પંજાબ માં ખુબ મોટું નામ થય ચૂક્યું હતું. અમરજીત પહેલા એકલા જ કાર્યક્રમો કરતા હતા. બાદ માં તેમની મુલાકાત અમરજૌત કૌર સાથે થઈ અને બન્ને સાથે પ્રોગ્રામ આપતા. બાદ માં બન્ને ને પ્રેમ થતાં બન્ને એ લગ્ન કરી લીધા હતા. અમરસિંહે પોતાની પહેલી પત્ની ને તલાક આપી દીધું હતું.
પરંતુ, ૮- માર્ચ ૧૯૮૮ નો દિવસ ચમકીલા માટે દુઃખ રહ્યો. આ દિવસે તે તેની પત્ની સાથે અને તેના બેન્ડ સાથે જલંધર થી દુર મહસામપુર માં પ્રોગ્રામ માટે જતા હતા. અને પ્રોગ્રામ નાં સ્થળે ગાડી માંથી ઉતરતા જ અમુક અજાણ્યા લોકો એ આવીને તેમને ગોળીઓ થી વીંધી નાખ્યા હતા. અને આમાં તેમની પત્ની પણ મુત્યુ પામ્યા હતા. તેમનું મૃત્યુ થતા લોકો માં ભારે ચકચાર થવા લાગી હતી. આમ સિદ્ધુ મુસેવાલા પહેલા પણ અમરસિંહ નામના ગાયક ની હત્યા આવી જ રીતે કરવામાં આવી હતી. લખરેખ આ એક દુઃખદ ઘટના કહેવાય.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!