India

‘સિદ્ધુ મુસેવાલા’ ની અંતિમ વિદાય માં ખુબ જ ભાવુક દ્રશ્યો સર્જાયા, પિતા એ ભાવુક હ્રદયે પુત્ર ને આપી શ્રધાંજલિ. જુઓ વિડીયો.

Spread the love

તાજેતર માં પંજાબ ના પ્રખ્યાત ગાયક સિદ્ધુ મુસેવાલા ની દીનદહાડે ગોળીઓ મારીને હત્યા કરી દેવામાં આવી હતી. જાણવા મળ્યું કે સિદ્ધુ મુસેવાલા ની હત્યા દુશ્મની ના લીધે કરવામાં આવેલી છે. આજે સિદ્ધુ મુસેવાલાન ના ગામ પંજાબ ના માનસા જિલ્લા ના મુસા ગામમાં અંતિમ વિદાય આપવામાં આવી છે. ગામ માં સિદ્ધુ મુસેવાલા અંતિમ વિદાય આપવા લોકો ની ભારે ભીડ ઉમટી પડી હતી. અને લોકોં ભાવુક થઇ ને અંતિમ વિદાય માં જોડાયા હતા.

સિદ્ધુ મુસેવાલા ના પિતા પુત્ર ને ભાવુક હ્રદયે વિદાય આપતા નજરે ચડ્યા હતા. પિતા એ પુત્ર ની અંતિમ વિદાય દરમિયાન પોતાની પાઘડી પણ ઉતારી દીધી હતી. રવિવારે સિદ્ધુ મુસેવાલા ની હત્યા બાદ એક પોલીસ અધિકારી તરફ થી જાણવા મળ્યું કે સોમવારે સિમલા બાયપાસ રોડ પર થી પાંચ શન્કાસ્પદ લોકો ની ધરપકડ કરવામાં આવેલી છે.

આ પાંચેય વ્યક્તિઓ ઉત્તરાખંડ ના ચમોલી જિલ્લામાં હેમકુંડ સાહિબ ગુરુદ્વારા જતા હતા. તેવું પોલીસ અધિકારી તરફ થી જાણવા મળ્યું છે. વધુમાં જાણવા મળ્યું કે, પંજાબ ના મુખ્યમંત્રી ભગવત માને સોમવારે સિદ્ધુ મુસેવાલા નો હત્યા બાબતે તપાસ ના આદેશો આપેલા છે. સિદ્ધુ મુસેવાલા ના લગ્ન આવતા 6 મહિના ની અંદર જ થવાના હતા. તેની ભાવિ પત્ની પણ તેના ઘરે પહોંચી હતી.

માનસા ના સરકારી હોસ્પિટલ ના ડોક્ટરો એ સિદ્ધુ મુસેવાલા નો મૃતદેહ તેમના પિતા અને ભાઈઓ ને સોંપ્યો હતો. સવાર થી સિદ્ધુ મુસેવાલા ના ઘરે તેમના ચાહકો ની ભીડ જમા થઇ ગઈ હતી. ઘર ની બહાર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. જાણવા મળ્યું કે સિદ્ધુ મુસેવાલા ના પાલતુ કુતરાઓ એ બે દિવસ થી જમવાનું જમ્યા નથી. જે પાલતુ કુતરાઓ ને સિદ્ધુ મુસેવાલા પોતે પોતાના હાથે જમાડતા હતા.

સિદ્ધુ મુસેવાલા ની અંતિમ યાત્રા માં લાખો લોકો જોડાયા હતા. સિદ્ધુ મુસેવાલા ની અંતિમ વિધિ પણ તેમની પૂર્વજો ની જમીન પર જ કરવામાં આવશે. લોકો એ ભારે દુઃખ સાથે સિદ્ધુ મુસેવાલા ને શ્રધાંજલિ આપી હતી. ઘણા સેલિબ્રટી એ સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલી આપી હતી. હવે પોલીસે જે શકાસ્પદ લોકો ની ધરપકડ કરી તેના મારફતે શું જાણવા મળે તે જોવાનું રહ્યું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *