વહાલસોયા SP ની વિદાય નિમિતે અમરેલી હિબકે ચડ્યું જુઓ વિદાઇના ભવ્ય ફોટા અને વિડીયો નિર્લિપ્ત રાય.

મિત્રો આપણે સૌ સમાજ માં પોલીસ ના મહત્વ ને જાણીએ છિએ સમાજ માં શાંતિ અને કાયદા વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર કાર્ય કરે છે ગુનેગારો ને પકડી સારા અને સુરક્ષિત સમાજ ની રચના કરવા માં પોલીસ તંત્ર નું ઘણું મોટું યોગદાન છે જોકે હાલમાં રાજ્ય માં પોલીસ તંત્ર માં ઘણા મોટા ફેરફાર કરવામાં આવી રહ્યા છે કે જ્યાં 57 આપીએસ અધિકારી ઓ ની બદલી જ્યારે 20 આપિએસ અધિકારીઓ ને પ્રમોશન આપવામાં આવી રહ્યું છે.

આ યાદી માં એલ નામ SP નિર્લિપ્ત રાય નું પણ છે સૌ પ્રથમ જો વાત SP નિર્લિપ્ત રાય અંગે કરીએ તો જણાવી દઈએ કે તેઓ છેલ્લા લગભગ ૪ વર્ષથી અમેરલી જીલ્લાના SP છે જ્યારેથી નિર્લિપ્ત રાયે SP તરીકેનું પદ સાંભળ્યું છે ત્યારથી જાણે જીલ્લાના ગુંડાના ખરાબ દિવસો શરુ થયા ગયા કારણ કે SP નિર્લિપ્ત રાયે આવા ગુનેગારો ને પકડી ને ઘણી આકરી સજા આપી છે. જો કે હાલમાં રાજ્યમાં વધી રહેલા દારૂ અને જુગાર ના દુષણ ને અટકાવવા માટે સરકાર દ્વારા SP નિર્લિપ્ત રાયની ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલના SP તરીકે નિમણુક કરાયા છે.

જેને લઈને અમરેલી માં તેમની વિદાય નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં અનેક લોકો જોડાયા હતા રસ્તા પર ફૂલો વડે શણગારેલ જીપ માં તેમની યાત્રા કાઢવામાં આવી હતી જેને જોવા સ્થાનિક લોકો ની ભીડ હતી લોકો SP નિર્લિપ્ત રાય પર ફૂલો વર્ષાવી રહ્યા હતા. અને તેમની કામગીરી ના વખાણ કરી રહ્યા હતા.

SP નિર્લિપ્ત રાય ની વિદાઈ થી લોકો થોડા ભાવુક છે લોકોનો આટલો પ્રેમ જોઈ એ SP નિર્લિપ્ત રાય ની આખો પણ છલકાઇ આવી હતી. તેમણે વિદાય પહેલા જિલ્લાની પ્રજાને સમ્બોધ્યા હતા જેમાં પોતાના કાર્યનુ વર્ણન પણ કર્યું હતું પોતાની બદલી અંગે SP નિર્લિપ્ત રાયે સોશ્યલ મીડિયા પર જાહેરાત કરી હતી જેમાં લખ્યું હતું કે..

હું નિર્લિપ્ત રાય IPS અમરેલી જિલ્લામાં 3 વર્ષ 9 મહિના અને 28 ધ્વિસ કરજ બજાવેલ છે આ સમય દરમ્યાન અમરેલીના લોકોનો સાથ અને સહકાર આપવા બદલ હદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. મારા હસ્તકનો પોલીસ અધિક્ષકશ્રી, અમરેલીનો ચાર્જ હિમકર સિંઘ, IPS નાઓને સોંપવામાં આવેલ છે.

 

View this post on Instagram

 

A post shared by News Gujarat (@newsgujarati1)

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Spread the love

Leave a Reply

Your email address will not be published.