India

શું રક્ષક જ ભક્ષક બની ગયા? પોલીસે મારી દીકરી ને મારીમારીને કરી નાખી હત્યા તેવો એક પિતાનો પોલીસ પર આરોપ.

Spread the love

આજકાલ હત્યા અને ખૂન ખરાબ ના બનાવ ખુબજ બનતા હોય છે. હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે કે એક પિતા એ તેની પુત્રી ના મોત નો આરોપ પોલીસ જવાનો પર લગાવ્યો છે. પોલીસે શા કારણો સર યુવતી ની હત્યા કરી હશે. યુવતી ના ભાઈ તરફથી જાણવા મળ્યું કે આમ રાજકારણીઓ નો પણ હાથ છે.

ઉત્તરપ્રદેશ ના ચંદૌલી માંથી એક હચમચાવી દે એવી ઘટના સામે આવી છે. જેમાં પોલીસ પર જ હત્યા નો આરોપ લાગી રહ્યો છે. સમગ્ર ઘટના માં જાનવા મળ્યું કે પોલીસ એક રેતી નો ધંધો કરતા વેપારી ને પકડવા માટે તેના ઘરે ગઈ હતી. તે દરમિયાન વેપારી ઘરે હાજર નો હતો. તેની બે દીકરીઓ ઘરે હતી તો પોલીસે તે બન્ને ને ખુબજ ઢોર માર માર્યો હતો. જેમાં એક દીકરી નું મોત નીપજ્યું હતું અને બીજી દીકરી ગંભીર રીતે ઘાયલ થયેલી છે.

જયારે પોલીસ ઘરે પહોંચી ત્યારે એક દીકરી ને મારીમારી ને હત્યા કરી નાખવામાં આવી હતી તેવું તેના પિતા જણાવી રહ્યા છે. તેના પિતા કહે છે કે પોલિસે તેની દીકરી ને ખુબ જ માર માર્યો અને તેમાં તે મૃત્યુ પામી અને ત્યારબાદ માં તેની લાશ ને પંખા ની સાથે લટકાવી દેવામાં આવી હતી. અને બીજી દીકરી ને એક રૂમ માં બંધ કરીને માર મારવામાં આવ્યો હતો બાદ માં તે લોકો ત્યાંથી નીકળી ગયા હતા. અને તેના દીકરા ને તે લોકો પકડીને સાથે લઇ ગયા હતા.

મરનાર ના ભાઈ દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે તે કહે છે કે તેની બહેન સાથે પોલીસે બળાત્કાર કરીને તે ની હત્યા કરી દેવામાં આવી છે. અને તે વધુમાં જણાવે છે કે આ બધા માં રાજકારણીઓ નો હાથ છે. તેનો ભાઈ કહે છે પોલીસ આ બધુ ધારાસભ્ય ના ઈશારે કામ કરી રહી છે. મૃત યુવતી ના પિતા એ કોન્સ્ટેબલ શમશેર અને 4 મહિલા કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ કરી છે. અને તેમના પર કલામ 302 મુજબ હત્યા નો આરોપ લગાવ્યો છે. ડેપ્યુટી CM કેશવ મૌર્યએ આ ઘટના પર કહ્યું કે આ સમગ્ર મામલે પોલીસ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વધુમાં આ ઘટના માં એક પોલીસ કોન્સ્ટેબલે પણ ઘાયલ થયો હતો.

અને હોસ્પિટલ ના રિપોર્ટ મુજબ ગળા પર અને ડાબા જડબા પર માર મારવાની નિશાની છે અને હવે ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ વધુ તપાસ કરવામાં આવશે. મરનાર યુવતી ના જૂન મહિના માં લગ્ન થવાના હોય તેના ઘરે ગમગીન નું વાતાવારણ છવાઈ ગયું છે. અને સમગ્ર ગામમાં કર્ફયુ જેવો માહોલ થઈ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *