India

અમેરિકા માં એવું ભયંકર વાવાઝોડું આવ્યું કે લોકો ના ઘરો અને કારો નો નીકળી ગયો કુરચો. ચારે તરફ તબાહી જ તબાહી નજરે પડી. જુઓ ફોટા.

Spread the love

વિશ્વ માં અને ભારત માં અનેક કુદરતી આફતો આવતી જ હોય છે. કુદરતી આફતો એવી હોય છે કે તેનાથી ચારે બાજુ વિનાશ વિનાશ જ થઈ જાય છે. કુદરત નો પ્રકોપ એવો હોય કે તેની સામે ટકવું ખુબ જ મુશ્કિલ થઇ પડે છે. અને તે વિનાશ સર્જી ને જ જાય છે. દરિયામાં ત્સુનામી, ભૂકંપ, વાવાઝોડું વગેરે ગમે ત્યારે આવી જાય છે અને બધા લોકો નું જીવન અસ્તવ્યસ્ત કરી નાખે છે.

સુપર પાવર અમેરિકા માં સૌથી વધુ વાવાઝોડા આવતા હોય છે. અને તેમાં મોટું મોટું નુકશાન થતું હોય છે. હાલમાં અમેરિકા માં એવું ભયંકર વાવાઝોડું આવ્યું કે બધું બરબાદ કરી નાખ્યું છે. અમેરિકા ના કેન્સાસમાં આવેલા વાવાઝોડા એ આખા અમેરિકા ને હલાવી મૂક્યું છે. અને બધી બાજુ તબાહી નો મંજર જોવા મળ્યો છે. કેટલાક લોકો કહે છે કે જયારે વાવાઝોડું આવ્યું ત્યારે જે દ્રશ્ય નું સર્જન થયું કે જાણે કોઈ હોલોવુડ નું મુવી ચાલતું હોય.

અમેરિકાના હવામાન વૈજ્ઞાનિક રીડ ટિમ્મરે પોતાના ટ્વિટર હેન્ડલ પર વાવાઝોડા નો એક ભયંકર વિડીયો શેર કર્યો. જેને લખો લોકો જોઈ ચુક્યા છે. વાવાઝોડા માં જાણવા મળ્યું કે 15 હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે. કેન્સાસ માં 100 જેટલાં ઘરોને નુકસાન થયું છે. અનેક ઘરોના છાપરાં ઉડાવી દીધા આવી માહિતી ત્યાં ના મેયરે આપી હતી. સ્થાનિક અધિકારી તરફ થી જાણવા મળ્યું કે કેન્સાસ માં ભારે નુકશાન થયું અને મોટી ઇમારતો પણ ધરાશાયી થઈ ચુકી છે પણ રાહત ના સમાચાર એ છે કે હજુ સુધી કોઈ ના મરવાની ખબર આવી નથી.

ત્યાંના રાહત બચાવ અધિકારીઓ દ્વારા રાહત અને બચાવ નું કર્યા શરુ કરવામાં આવ્યું છે. મોટી મોટી ઈંમારતો ધરાશાયી થઇ હોય તેને હટાવવામાં આવી રહી છે. વાવાઝોડા માં ઘરો અને કારો પર અનેક વૃક્ષો ધરાશાયી થઇ ચુક્યા છે તેને પણ હટાવવામાં આવી રહ્યા છે. જેથી ત્યાંનું જીવન પુનઃ ધબકતું થી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *