ઝારખંડ- પત્ની એ કરી નાખી પતિ ની જ હત્યા. પતિ SSB માં હવાલદાર ની ફરજ બજાવતા હત્તા. જાણો વધુ વિગતે.
ભારત માં ખૂન કરવાના અવારનવાર કિસ્સાઓ સામે આવતા જ રહે છે. લોકો નાની નાની વાતો માં ખૂન ખરાબા પર ઉતારી આવતા હોય છે. અને ક્યારેક કોઈ નિર્દોષ વ્યક્તિ નું ખૂન થઇ જતું હોય છે. ઘર માં પણ એવા એવા જગડા થતા હોય છે કે ક્યારેક પરિવાર ના સભ્યો જ એકબીજા ના ખૂન કરી નાખે છે. ક્યારેક પતિ પોતાની પત્ની નું ખૂન કરી નાખે તેવા કિસ્સાઓ ઘણા સામે આવ્યા છે.
ઝારખંડ થી એક હચમચાવી દે એવી ઘટના સામે આવી છે. જેમાં એક પતિ એ નહિ પણ પત્ની એ તેના પતિ ને મોત ને ઘાટ ઉતારી દીધો છે. અને બાદ માં ફરાર થઈ ગઈ હતી. ઝારખંડ માં રહેતા 35 વર્ષીય તિલેશ્વર કુમાર છત્તીસગઢમાં તૈનાત 28 બટાલિયન SSBમાં હવાલદાર તરીકે તૈનાત હતા. તેના પુત્ર ની સી-બી-એસ-સી ની પરીક્ષા હોય તે રજા પર ગામ આવ્યા હતા.
અને તે દરમિયાન તેની પત્ની એ તેનું ખૂન કરી નાખ્યું. 23મી એપ્રિલ 2022ના રોજ લગ્ન સમારોહમાં હાજરી આપીને તે પોતાના વતન ઘરે ગાઢ નિંદ્રામાં સૂતા હતા.આ દરમિયાન પત્નીએ તેના પર ઉકળતું પાણી રેડીને તેની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પોતાના નિવેદનમાં જવાને કહ્યું છે કે પત્ની ઉકળતું પાણી નાખીને ઘરમાંથી ભાગી ગઈ હતી. પરિવારજનોએ ઘણી શોધખોળ કરી પરંતુ તે મળી ન હતી. જે બાદ પરિવારજનો અને ગ્રામજનોની મદદથી મને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
ઘાયલ જવાને 23 એપ્રિલે મધર ટેરેસા હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ચાસમાં સારવાર દરમિયાન ચાસ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી બાલ કૃષ્ણ ઝા સમક્ષ મક્કમ નિવેદન નોંધ્યું હતું. બાદમાં તેમને ગંભીર હાલતમાં સારવાર માટે રાંચી લઈ જવામાં આવ્યા હતા જ્યાં 1 મેના રોજ દેવકમલ હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું હતું. વધુમાં જાણવા મળ્યું કે આ તેની બીજી પત્ની છે તેનીં પ્રથમ પત્ની ના મૃત્યુ બાદ તેની નાની બહેન સાથે જ 10 વર્ષ પહેલા લગ્ન થયા હતા.
પરિવારના સભ્યો અને ગ્રામજનોના જણાવ્યા અનુસાર, વીણા દેવી જ્યારે તેના પરિવારના સભ્યો સાથે ઘરે આવતી ત્યારે તેના પતિ સાથે ઝઘડો અને મારપીટ કરતી હતી. 30 વર્ષીય વીણા દેવી ચતરા લાઇન મોહલ્લાના રહેવાસી મહાદેવ સાઓની પુત્રી છે. ગામના લોકો તરફ થી જાણવા મળ્યું કે મરનાર તિલેશ્વર કુમાર ખુબ જ સારા સ્વભાવ ના હતા તે જયારે પણ ગામમાં આવતા હતા તે દરમિયાન ગામના લોકો ને અને ગામના લોકો ના છોકરાઓ ને ઘણું બધું શીખવાડતા હતા. તેનું મૃત્યુ થતા ગામમાં પણ શોક નું મોજું ફરી વળ્યું હતું.