પિતા-પુત્ર ને તળાવ ને કિનારે થી એવી વસ્તુ મળી આવી કે ભક્તો ની દર્શન માટે લાઈન લાગી ગઈ જાણો શું છે તે દિવ્ય વસ્તુ..
આપણા ભારત દેશ અને ગુજરાત માં વસતા દરેક લોકો ને ભગવાન પ્રત્યે અતૂટ શ્રદ્ધા અને આસ્થા છે. લોકો સાચા મન થી ભગવાન પાસે જે કઈ માંગે છે તે ભગવાન તે લોકોને નિરાશ કરતા હોતા નથી. બસ ભગવાન માં શ્રદ્ધા અને આસ્થા હોવી જોઈએ. અનેક ભગવાન ના પરચાઓ પણ લોકોને પ્રાપ્ત થતા હોય છે. અને ભગવાન અવનવી રીતે દર્શન પણ દેતા હોય છે. એવી જ એક ઘટના જૂનાગઢના કેશોદ તાલુકામાંથી સામે આવી છે.
જેમાં 10 ફૂટ લાંબી અખંડ સાપ ની કાચળી મળી આવી હતી. એટલે કે આ અખંડ કાંચળી માં કોઈપણ છેદ હતું નહીં. મુખથી લઈ ને પૂછડી સુધી માં એક પણ છેદ હતો નહીં. આથી તે અખંડ કાચલી છે. વધુ વિગતે જાણીએ તો જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકા ના સોંદરડા ગામે રહેતો યશ કુંભાણી નામનો યુવક તેના પિતા સાથે તળાવ ને કાંઠે માછલી ને ખોરાક આપી રહ્યો હતો ત્યારે તેનું ધ્યાન તળાવ ને કાંઠે સાપે ઉતારેલી 10 ફૂટ લાંબી કાંચળી પર પડ્યું હતું.
આથી 10 ફૂટ લાંબી કાંચળી મુખ થી લઈ ને પૂંછડી સુધી ક્યાંય છેદતો હતો નહીં. આ યુવાન અને તેના પિતા આ કાચલી ને પોતાના ઘરે લઈ આવ્યા હતા. જાણવા મળ્યું કે આ કાચળી 10 ફૂટ લાંબા કોબ્રા સાપની છે. માન્યતા અનુસાર જો કાચળી અખંડ હોય એટલે કે તેમાં એક પણ છેદ ના હોય તો તે શુભ માનવામાં આવે છે. આથી લોકો આ પવિત્ર અને શકુનવંતી કાચળી ના દર્શન કરવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ત્યારબાદ પિતા પુત્ર એ આ કાંચળી ને મંદિર માં અર્પણ કરવા નું કહ્યું અને તેને વિધિવત રીતે મંદિરમાં અર્પણ કરવામાં આવી હતી.
આ કાચલીને મંદિરમાં અર્પણ કર્યા બાદ હવે તેની પૂજા કરવામાં આવશે. આ 10 ફૂટ લાંબી શુભ અને શકુનવંતી કાંચળી મળતા ભક્તો દર્શન માટે મોટી સંખ્યા માં ઉમટી પડ્યા હતા. અને આ કાંચળી ના દર્શન કરીને ધન્યતા અનુભવતા હતા. આમ આવા અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. થોડા સમય પહેલા જ આપણા ગુજરાતમાંથી એક તળાવના ખોદકામ દરમિયાન એક શિવલિંગ આકારનો એક પથ્થર મળી આવ્યો હતો. તેને પણ લોકો શિવલિંગ માનીને પૂજા કરી રહ્યા છે. અને ત્યાં પણ મોટી સંખ્યામાં લોકો દર્શન માટે આવી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!