Gujarat

રોડ અકસ્માત માં પિતા-પુત્ર અને ભત્રીજાનું મોત. પરિવાર બન્યો નોંધારો. જાણો ક્યાં બની આખી ઘટના

Spread the love

ગુજરાત માં અવારનવાર અકસ્માત ના કિસ્સાઓ સામે આવતા હોય છે. અકસ્માત ના કિસ્સાઓ માં કોઈ ને કોઈ મૃત્યુ નો ભોગ બને છે. રોડ અકસ્માત માં ક્યારેક પરિવાર ના એક સાથે ઘણા લોકો મૃત્યુ પામતા હોય છે. તેના પરિવાર ના માથે મહામુસીબતો આવી પડે છે. એવી જ ઘટના અકસ્માત ની સામે આવી છે. પરિવાર ના એક સાથે 3 લોકો મૃત્યુ પામ્યા છે.

આ ઘટના મોડાસા દહેગામ ની એસટી મીની બસ અને એક અર્ટિગા કાર વચ્ચે અકસ્માત સર્જાયા બાદ બની છે. સાબરકાંઠા જિલ્લામાં મોડાસા-અમદાવાદ હાઇવે પર તલોદ નજીક એક અકસ્માત સર્જાયો. તલોદના દેગમાળ તળાવ પાસે ગુજરાત એસટીની GJ 18 Z 2939 નંબરની મિનિ બસ અને GJ 02 CA 1812 નંબરની અર્ટિકા કાર અથડાયા હતા. જેમાં એક જ પરિવારના ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત થયા હતા. જેમાં પિતા-પુત્ર અને ભત્રીજાનું મોત થયું હતું.

અન્ય 4થી વધુ લોકો ને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. ઘટના બની બાદ માં ત્યાં લોકો ના ટોળા ઉમટી પડ્યા હતા. અને અફરાતફરી જોવા મળી હતી. પોલીસ ને ઘટના ની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને ઇજાગ્રસ્તો ને 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સમયે બે નાના બાળકો ને ઈજા થય હતી.

મૃતકમાં ઝાલા વકતુસિંહ લક્ષણસિંહ, ઝાલા આદરસિંહ લક્ષ્મણસિંહ, ઝાલા જેસલસિંહ બચૂસિંહનું ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. ઈજા પામનાર બે બાળકો માં વિશ્વજીતસિંહ તિરૂપતિસિંહ ઝાલા (7-વર્ષ), પ્રદ્યુમનસિંહ સમજદારસિંહ ઝાલા (6-વર્ષ) ઈજા પામ્યા હતા. એક જ પરિવાર ના સભ્યો મૃત્યુ પામતા પરિવાર અત્યારે ચોધારે આંસુ એ રડી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *