ગુજરાતના આકાશમા જોવા મળી આ વસ્તુ વિજ્ઞાનીકો કર્યો મોટો ખુલાસો જાણી ચોકી જાશો ઉલ્કાપિંડ નહીં પરંતુ..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણી પૃથ્વી સૌરમંડળ નો એક ભાગ છે જેમાં અનેક ગ્રહો ઉપરાંત અવકાશીય વસ્તુઓ જોવા મળે છે. આપણે સૌ અવાર નવાર આકાશમાં કુદરત ના અનેક અનોખા દ્રશ્ય જોઈએ છિએ કે જે વ્યક્તિ ને રોમાંચિત તો કરે જ છે સાથો સાથ થોડા ડરાવે પણ છે. હાલમાં આવીજ એક ઘટના દેશ ના ઘણા રજ્યમા જોવા મળી છે.
કે જ્યાં અનેક વિસ્તાર માં આકાશમા આગના ગોળી જેવી કોઈ વસ્તુ જોવા મળી હતી કે જે તેજ ગતિએ ધરતી તરફ આગળ વધી રહી હતી જેના કારણે લોકો હેરાન થયા અને થોડો કુતુહલ પણ જોવા મળ્યો તો શું છે આ આખી ઘટના અને કેટલા વિસ્તાર માં આ ઘટના જોવા મળી તે અંગે વધુ માહિતી મેળવીએ.
જણાવી દઈએ કે આ અગ્નિ ગોળો સાંજે પોણા આઠ વાગ્યાની આસપાસ આકાશ માં પ્રકાશમાન બન્યો હતો. આ ગોળો રાજ્યમાં કચ્છ અને સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત માં જોવા મળ્યો હતો સાથો સાથ મધ્ય પ્રદેશના માળવા અને મહારાષ્ટ્રના નાગપુર સાથો સાથ અમરાવતી ઉપરાંત રાજ્યના વિવિધ ભાગોમાં પણ આ નજારો જોવા મળ્યો હતો.
આ અગ્નિ ગોળા ને જોયા બાદ લોકો તેને ઉલ્કાપિંડ કહી રહ્યા છે જણાવી દઈએ કે અંતરિક્ષ માં આવેલ ખડકો જ્યારે પૃથ્વી ના વાતાવરણ માં આવે છે ત્યારે તેજ ગતિથી સળગી ને પૃથ્વી તરફ આવે છે તેને ઉલ્કા વર્ષ કે શૂટિંગ સ્ટાર તરીકે ઓળખવામાં આવે છે કે જેમાં ઉલ્કા સામાન્ય રીતે પ્રતિ સેકન્ડ 30 થી 60 કિમીની ઝડપ ધરાવે છે.
જો કે આ અગ્નિ ગોળા ને લઈને કંઈક અલગ દાવો કરી રહ્યા છે. જણાવી દઈએ કે વડોદરાના અવકાશ નિષ્ણાત અને ગુરુદેવ વેધશાળાના દિવ્યદર્શન પુરોહિત ના જણાવ્યા અનુસાર આ કોઈ ઉલ્કાપિંડ નહીં પરંતુ કોઈ કુત્રિમ ઉપગ્રહ હોઈ શકે છે કે જે પૃથ્વી પરથી મોકલતા નિષ્ફળ જતા નીચે પાછો આવ્યો અને સળગી ગયો.
આકાશ મા ઉલ્કા જેવુ જોવા મળ્યુ pic.twitter.com/7ydzgw7cIR
— Today GUJARAT (@TodayGUJARAT1) April 2, 2022
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.