આકાશમા જોવા મળેલ આગના ગોળા ને લઈને ખુલાસો વિજ્ઞાનીકે કહ્યું ઊલ્કા નહીં ધાતુ નો મોટો..

મિત્રો આપણે સૌ જાણીએ છે કે હાલમાં સમગ્ર સોશ્યલ મીડિયા પર અને દરેક જગ્યાએ 2 એપ્રિલ 2022 અને શનિવાર ના રોજ આકાશ માં જોવા મળેલ અગ્નિ ગોળા વિશે જ ચર્ચા થઈ રાહી છે જ્યારથી આકાશ માં આ ચમકતી વસ્તુ જોવા મળી છે તે બાદ લોકો તેને લઈને અલગ અલગ ધારણાઓ બાંધી રહ્યા છે તેવામાં હવે આ અગ્નિ ગોળા ને લઈને ખુલાસો સામે આવ્યો છે.

જણાવી દઈએ કે આ અગ્નિ ગોળો રાતના 8 વાગ્યા આસપાસ ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત અનેક સ્થળે જોવા મળ્યો હતો જે બાદ આ ગોળો મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના સિંદેવાહી તાલુકાના લાડબોરી ગામમાં પડ્યો હતો જો કે સવાર પડતાં જ્યારે અહીંના લોકોએ તપાસ કરી તો તેઓ હેરાન રહી ગયા કારણ કે અહીં જે વસ્તુ મળી હતી તે કોઈ ઉલ્કા નહીં પરંતુ કંઈક અલગ જ હતું.

જો વાત આ ગામમાં જોવા મળેલ વસ્તુઓ અંગે કરીએ તો ગામના લોકોને અહીં એક 10 ફુટ વ્યાસ નો લોખંડનો ગોળો ઉપરાંત એક રીગ કે જેનું વજન લગભગ 40 કિલોગ્રામ છે અને રીંગ ની મોટાઈ 8-10 ઇંચ હતી. આ ઉપરાંત અહીંથી એક બોલ આકારનું લોખંડનું મોટું યંત્ર મળ્યું હતુ. જે ને લઈને ચંદ્રપુર સ્કાઇ ગૃપના અધ્યક્ષ પ્રોફેસર સુરેશ ચોપેને માહિતી આપી હતું.

તેમના જણાવ્યા અનુસાર ન્યૂઝીલેન્ડ માહિયાથી એક રોકેટ લેબ કંપની દ્વારા ઇલેક્ટ્રોન રોકેટ છોડવામાં આવ્યું હતું કે જેમાં બ્લેકસ્કાઇ ઇનકોર્પોરેશનનું સેટેલાઇટ હતું આ સેટેલાઈટ ને ધરતીની નીચેની કક્ષા પાસે આશરે 430 કિલોમીટર ઉપર મુકવામાં આવ્યું હતું આ અગ્નિ ગોળો તેજ રોકેટ નો ભાગ છે તેવી માહિતી આપતા પ્રોફેસરે જણાવ્યું કે

ગામમાં જોવા મળેલ આ રિંગ તે જ રોકેટના કોઈ સ્ટેજનો હિસ્સો હશે આ ઉપરાંત જોવા મળેલ લોખંડ નો ગોળો આ રોકેટ ના બુસ્ટરનો હિસ્સો હશે. રોકેટ માં આ ભાગો જ્યારે વાયુમંડળમાં આવ્યા તેના બાદ ભાગો પૃથ્વી ના વાતાવરણ માં આવતા જ સળગી ગયા અને ચંદ્રપુરના લાડબેરી ગામમાં પડી ગયો.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Spread the love

Leave a Reply

Your email address will not be published.