જાણો કોણ છે આ મહિલાકે જેને ગીરની સિંહણ કહેવામાં આવે છે ગરીબ પરિવારથી આવેલ મહિલા આજે..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણો સમાજ પુરુષ પ્રધાન સમાજ છે અહીં મહિલાઓ ને પુરુષો કરતા નીચે સ્થાન આપવામાં આવે છે દરેક બાબત માં મહિલાને પુરુષ કરતા પાછળ માનવામાં આવે છે પરંતુ આજે મહિલાઓ પોતાની મહેનત અને આવડત ના કારણે પુરુષો કરતા આગળ નીકળી ગઈ છે શિક્ષણ થી લઈને મેદાન અને બિઝનેસ થી લઈને સેના દરેક જગ્યાએ મહિલાઓએ પોતાનો આગવી ઓળખ બનાવી છે.
તેવામા આપણે અહીં એક એવીજ મહિલા વિશે વાત કરવાની છે કે જેમના વિશે જાણીને તેમને પણ ગર્વ થશે આપણે અહીં ગીરની સિંહણ તરીકે જાણીતા અને દેશના પ્રથમ મહિલા રેસ્કયું ફોરેસ્ટર ઓફિસર બનનાર રસીલાબેન વાઢેર વિશે વાત કરવાની છે જણાવી દઈએ કે રસીલાબેન નો જન્મ માળીયા હાટીના તાલુકાના ભંડૂરી ગામે થયો હતો.
રસીલાબેન એક ગરીબ પરિવાર માથી આવે છે તેમણે નાની ઉમરે પિતા નો સાથ ગુમાવ્યા જે બાદ માતાએ મજૂરી કરી ભાઈ બહેનને ભણાવ્યા અને આજે રસીલાબેન દેશના પ્રથમ મહિલા રેસ્કયું ફોરેસ્ટર ઓફિસર છે. જણાવી દઈએ કે ગુજરાત માં તે સમય ના મુખ્ય મંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રથમ વખત વન વિભાગમાં મહિલાઓની ભરતી કરવાનુ નક્કી કર્યું હતું. અને વર્ષ ૨૦૦૭ માં પહેલીવાર મહિલાઓને ગાર્ડની પોસ્ટ પર સ્થાન મળ્યું હતું.
જે પછી રસીલાબેન વર્ષ ૨૦૦૮માં સીધી ભરતી ના માધ્યમ દ્વારા ફોરેસ્ટરની પોસ્ટ માટે પસંદ પામ્યા. જ્યારે રસીલાબેન વન વિભાગ માં જોડાયા હતા ત્યારે તેમની પાસે આ બાબત ને લઇ ને કોઈ માહિતી ના હતી પરંતુ પોતાની હિંમત, અનુભવ અને કોઠાસૂઝથી અનેક રેસ્ક્યુ ઓપરેશન કર્યા છે જણાવી દઈએ કે અત્યાર સુધીમાં રસીલાબેને સિંહ, દિપડા અને મગર જેવા અનેક ખૂંખાર પ્રાણીઓ નાં આશરે ૧૦૦૦ થી પણ વધુ રેસક્યુ ઓપનરેશન કર્યા છે.
જણાવી દઈએ કે રસીલાબેન ને તેમના સાહસ અને પરાક્ર્મ ના કારણે અનેક સન્માન આપવામાં આવ્યા છે તેમને ગીરની સિંહણ અને ધ લાયન ક્વીન ઓફ ઈન્ડિયા જેવા અનેક બિરૂદ મલ્યા છે જણાવી દઈએ કે રસીલાબેન હિંસક પ્રાણીઓની રેસક્યુ ટીમમાં એક માત્ર મહિલા હતા. જણાવી દઈએ કે સૌપ્રથમ ૨૦૦૭ માં આ સમયગાળા દરમિયાન મહિલાઓને પ્રાણીઓ ના રેસક્યુની કામગીરી ને બદલે ઓફિસ વર્ક સોંપવામાં આવતુ હતું. જે સ્વભાવીક પણ હતું. પરંતુ રસીલાબેને આ માન્યતા ખોટી સાબિત કરી એક મિસાલ પેસ કરી છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.