Gujarat

લોકકલાકાર આદિત્ય ગઢવી પ્રમુખસ્વામી ના નગર ની મુલાકાતે પહોંચી કહ્યું કે આ નગર જોવું એક લ્હાવો છે, જુઓ તસ્વીર.

Spread the love

અમદાવાદમાં ચાલી રહેલા પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનું આયોજન baps સંસ્થા દ્વારા ખૂબ જ અનોખી રીતે કરવામાં આવેલું છે. પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવના આયોજન રૂપે એક આખું ગામ ઉભું કરવામાં આવેલું છે. 600 એકર માં પૂરી વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો 200 એકર માં માત્ર ગામની એક ઝલક બતાવવામાં આવેલી છે. જેમાં વિદેશમાંથી પણ અનેક પ્રમુખસ્વામીના ભક્તો અહીં દર્શન માટે આવી રહેલા છે.

મોટા મોટા કલાકારો, નેતાઓ સહિત અનેક મોભીઓ અહીં પધારી ચૂક્યા છે. નરેન્દ્ર મોદી એ આ નગરને ખુલ્લું મૂક્યું હતું. તો અમિત શાહ પણ આ નગરમાં આવીને મુલાકાત લઈ ચૂક્યા છે. એવામાં લોક કલાકાર આદિત્ય ગઢવી એ પણ આ નગરની મુલાકાત લીધી છે. સમાચારોના માધ્યમથી જાણવા મળ્યું કે પ્રમુખસ્વામી ના નગરમાં લોક કલાકાર આદિત્ય ગઢવી પણ આવ્યા હતા અને તેને મુલાકાત લઈને પોતાના વિચારો પણ રજૂ કર્યા હતા.

તેમણે કહ્યું કે મને શતાબ્દી મહોત્સવમાં આજે આવવાનો અવસર મળ્યો છે. આખા નગરની મેં મુલાકાત કરી અહીં નું આયોજન જોઈને મને ખૂબ આનંદ થઈ રહ્યો છે. આ નગરમાં વિદેશમાંથી પણ અનેક ફૂલ છોડવા લાવવામાં આવેલા છે. આદિત્ય ગઢવીએ કહ્યું કે માત્રને માત્ર સંતો અને હરિભક્તો ભેગા થઈને આટલું મોટું નગર ઊભું કરી શકે છે. તેમની તાકાત અને તેમની સંકલ્પનાથી શું ન થઈ શકે.

જે સંસ્કાર પ્રમુખ સ્વામી મહારાજના હતા પ્રમુખસ્વામી મહારાજ જે ઉપદેશ આપ્યા છે તે ઉપદેશ આ નગરમાં દેખાઈ રહ્યા છે. નગરની વાત કરવામાં આવે તો આ નગરમાં લાઇટિંગ, સાઉન્ડ શો, લો ગાર્ડન, બાળનગરી, મહિલા ઉત્કર્ષ ને લગતા અનેક સમીકરણો વગેરે દર્શાવવામાં આવેલા છે. જેની મુલાકાત લઈને આદિત્ય ગઢવી એ આ નગરના ખૂબ વખાણ કર્યા હતા. આ ઉપરાંત પ્રમુખસ્વામી મહારાજની એક મોટી સુંદર મૂર્તિનું પણ સ્થાપન કરવામાં આવેલું છે.

આ જગ્યાની મુલાકાત લેવો એક લહાવો બની ગયો છે. આ જગ્યા ઉપર લગભગ પ્રમુખસ્વામીના ભક્તો દ્વારા તમામ એવી વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે. વૃદ્ધો ની પણ ખાસ વ્યવસ્થા અને દેખરેખ રાખવામાં આવે છે. આમ પ્રમુખસ્વામીના નગરને ખૂબ જ અનોખી રીતે બનાવવામાં આવેલું છે. લોકો ત્યાં સરળતાથી પહોંચી રહે તે માટે ભક્તો દ્વારા તમામ કામગીરીઓ પૂરી પાડવામાં આવેલી છે.

અહીં દિલ્હીના અક્ષરધામ ની આબેહૂબ નકલ પણ ઊભી કરવામાં આવેલી છે. આમ તો આ નગરનો સમય બપોરે 2:00 વાગ્યાથી રાતના 09:00 વાગ્યા સુધીનો છે પરંતુ રવિવારે સવારે 9:00 વાગ્યાથી લઈને રાત્રે 10:00 વાગ્યા સુધી જોવા મળે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *