India

રિબિકા મર્ડર કેસ- લાશ ના 50-ટુકડા કર્યા લાશ ની ચામડી કાઢવામાં આવી ડોક્ટરે કહ્યું અડધી કિડની પીએમ માં આવી, જાણો.

Spread the love

ઝારખંડ માંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. થોડા સમય પહેલા શ્રદ્ધા મર્ડર કેસમાં શ્રદ્ધા નામની યુવતી ના તેના પ્રેમી એ 35 ટુકડા કરી નાખ્યા હતા. ફરી એવી જ એક ઘટના હાલ સામે આવી છે. ઝારખંડ ના શાહીબગંજમાં તેની પત્ની રીબીકા પહાડીન ની હત્યા કરી લાશના 50થી પણ વધુ ટુકડા કરી નાખ્યા હતા. વધુ વિગતે વાત કરીએ તો રીબીકા પહાડી એ તેના પરિવારની વિરુદ્ધ જઈને એક મહિના પહેલા દિલદાર અન્સારી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.

17 ડિસેમ્બરના રોજ રીબીકાની હત્યા કરી દેવામાં આવી હતી અને તેના પતિ દિલદાર અન્સારીએ પુરાવાનો નાશ કરવા પરિવાર સાથે મળીને પત્નીની લાશના 50 ટુકડા કરી નાખ્યા હતા. જેમાંથી અમુક ટુકડાઓને ઘરમાં રાખવામાં આવ્યા હતા. જ્યારે અમુક ટુકડાઓને નિરજન સ્થળોએ નાખવામાં આવ્યા હતા. કૂતરાઓ આ ટુકડાઓને ખાતા જોઈ લોકોએ પોલીસને જાણ કરી સમગ્ર મામલો સામે આવ્યો હતો.

આ હત્યાના આરોપીમાં પોલીસે અમુક લોકોની ધરપકડ પણ કરી છે. પોલીસ દ્વારા જાણવા મળ્યું કે આરોપી દિલદાર અન્સારીની માતા નિશા એ રીબિકાની હત્યા કરવા અને લાશનો નિકાલ કરવા તેના ભાઈ મોહીનુલ અન્સારીને 20 હજાર રૂપિયાની સોપારી આપી હતી. પોલીસે મૃતદેહના ટુકડા કરનાર દિલદારના મામા મોહીનુંના મિત્ર મરિયમ નિશા મૈનુલ હક મોમીન ને બુધવારે કોર્ટમાં રિમાન્ડ મેળવવા માટે રજૂ કરવામાં આવ્યા હતા. કોટે બંનેને 23 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરી આપ્યા હતા.

પોલીસે જણાવ્યું કે હત્યા ના કારણો પાછળની તપાસ કરવામાં આવશે. તો બીજી તરફ ડોક્ટરોએ આ સમગ્ર લાશ બાબતે જાણકારી આપી હતી. ડોક્ટરોની ટીમ દ્વારા જાણવા મળ્યું કે હત્યારાઓ એ રીબીકાની લાશ સાથે ખુબજ ક્રૂરતા વાપરી હતી. તેના શરીરની ચામડી કાઢી લેવામાં આવી હતી. શરીરના ટુકડા કરવા માટે લગભગ સાતથી આઠ કલાકનો સમય લાગ્યો હશે. ડોક્ટરોને ટીમે જણાવ્યું કે આ કેસ તેમની જિંદગીનો આવો પ્રથમ કેસ હશે. 28 ટુકડાઓને પીએમ માટે લાવવામાં આવ્યા હતા.

જેમાં માથું, ફેફસા, સાત આંગળીઓ, ડાબી બાજુની પાંસળી અને પેટનો ભાગ ગાયબ થયાની માહિતી પણ આપી હતી. ડોક્ટરોની ટીમે જણાવી કે લાશની કિડની પણ અડધી મળી આવી હતી અને ગર્ભાશય પણ મળી આવ્યું હતું. હાડકા અને નખ ને તપાસ માટે મોકલવામાં આવ્યા છે. તો આંગળીઓ ઉપર લાગેલી નેલ પોલીશ ને આધારે લાશની ઓળખ કરવામાં આવી હતી. તો ડોક્ટરોની ટીમે અને પોલીસે કહ્યું કે લાશનો માથું મેળવવું પણ ખૂબ મુશ્કેલ થઈ ચૂક્યુંછે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *