Gujarat

અમદાવાદ- હોસ્પિટલ માં ડબલ મર્ડર કેસ ! ઓપરેશન થીએટર ના કબાટ માં પુત્રી ની લાશ તો માતા ની લાશ એવી જગ્યા કે,

Spread the love

રોજબરોજ હત્યા અને આત્મહત્યાના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. પૈસાની લેતીદેતીમાં, પ્રેમ પ્રકરણમાં, જૂની અદાવતમાં એકબીજાની હત્યા કરી દેવામાં આવતી હોય છે. અમદાવાદના ભૂલાભાઈ પાર્ક પાસે આવેલી એક હોસ્પિટલમાંથી એવો કિસ્સો સામે આવ્યો છે કે જેને સાંભળીને લોકો પણ ચોકી ઉઠ્યા છે. હોસ્પિટલમાંથી માતા અને પુત્રીની બંનેની એક સાથે લાશ મળી આવી છે.

માતા પુત્રી હોસ્પિટલમાં કોઈ બાબતે સારવાર બાબતે આવ્યા હતા. પરંતુ બંનેની લાશ હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાંથી મળી આવતા ભારે ચર્ચા નો વિષય બની ચૂક્યો છે. વધુ વિગતે વાત કરીએ તો અમદાવાદ શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદમાં આવેલી ભુલાભાઈ પાર્ક પાસે આવેલી હોસ્પિટલની અંદર ખૂબ જ દુર્ગંધ આવતી હતી. આથી તપાસ હોસ્પિટલના ઓપરેશન થિયેટર ની અંદર આવેલા એક કબાટમાં થી એક લાશ મળી આવી હતી.

જે લાશ 30 વર્ષની પરણીત મહિલા ભારતી વાળા નામની યુવતીની હતી. જે બાદ હોસ્પિટલના સ્ટાફ દ્વારા પોલીસને આ બાબતે જાણ કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાની જાણકારી લેવા પોલીસ તપાસ અર્થે દોડી આવી હતી. પોલીસે હોસ્પિટલમાં લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા ત્યારે જાણવા મળ્યું કે મહિલા અને અન્ય કોઈ મહિલા હોસ્પિટલમાં આવ્યા હતા. આથી પોલીસે અન્ય મહિલાને ગોતવાનું શરૂ કરી દીધું.

એવામાં હોસ્પિટલના ઓપરેશન થિયેટરના એક બેડ ની નીચેથી બીજી અન્ય મહિલાની લાશ મળી આવી હતી. જાણવા મળ્યું કે ભારતી વાળા મૃતક અને તેની માતા ચંપા બહેન હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા જે બાદ બંનેની લાશ મળી આવી હતી. આ આખા મામલે હોસ્પિટલના કર્મચારી મનસુખ નામના યુવક ઉપર પોલીસને શંકા હોય તેની અટકાયત કરવામાં આવી હતી. કારણ કે માતા પુત્રી ના સંપર્કમાં હોસ્પિટલનો મનસુખ નામનો યુવક હતો. આથી તેની અટકાયત કરવામાં આવી હતી. આમ હોસ્પિટલમાં ડબલ મર્ડર કેસ થતા ઘટના બાબતે ભારે ચર્ચા બની હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *