લંડન ની પાર્લામેન્ટ માં આયોજિત એક સમારોહ માં લોકગાયક ગીતાબહેન રબારી ને મળ્યું વિશેષ સન્માન ! ગુજરાત નું નામ વિદેશ માં પણ…
આપણા ગુજરાત ના ડાયરાના કલાકારો અને ગાયક કલાકારો નું સ્થાન અનેરું છે. ગુજરાત માં અનેક લોક ગાયક કલાકારો છે. જેમાં ગીતા બહેન રબારી, કિંજલબેન દવે, અલ્પાબહેન પટેલ વગેરે કલાકારો જયારે સુર ની રમઝટ બોલાવે એટલે લોકો ના પગ થનગનવા માટે મજબુર થઇ જતા હોય છે. એમાંના એક લોકગાયક એવા ગીતાબહેન રબારી ગુજરાત ના લોકો ના પ્રિય છે.
ગીતાબહેન રબારી એ હાલમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ગીતાબહેને ગુજરાત નું નામ ભારત બહાર પણ ગુંજતું કરી દીધું. હાલમાં ગીતાબહેન વિદેશ ના પ્રવાસે છે. ગીતાબહેન રબારી ને લંડન ની પાર્લામેન્ટ માં આયોજિત એક સમારોહ માં વિશેષ સિદ્ધિ થી સન્માનિત કરવામાં આવ્યા છે. ગીતાબહેન ને લંડન ની પાર્લામેન્ટ ના સમારોહ માં એક્સેલન્સી સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે.
એટલે કે, 2022 માં ગીતાબહેન રબારી એ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ માં સ્થાન મેળવ્યું છે. આ સાથે જ ભારત અને ગુજરાત બને નું નામ રોશન કર્યું છે. આ બાબતે ઘણા બધા મોટા લોકો એ ગીતાબહેન ને શુભેરછા પાઠવી હતી. ગીતાબહેન ના જયારે કાર્યક્રમો હોય ત્યારે તે સૂરો ની રમઝટ બોલાવી ને લોકો ને મંત્રમુગ્ધ કરી દેતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!