દયાબહેન સિરિયલ માં ના આવવાને કારણે જેઠાલાલ પણ છે ખુબ જ ચિંતિત ! જેઠાલાલે વિડીયો માં એવું કીધું કે…જુઓ વિડીયો.
ભારત ની સુપ્રસિદ્ધ સિરિયલ તારક મહેતા કે ઉલ્ટા ચશ્માં આખા ભારત માં કોમેડી માં લોકો ની પ્રિય છે. પરંતુ સિરિયલ માં ઘણા સમય થી એકપછી એક કલાકારો શો માંથી એકઝિટ લઇ રહ્યા છે. એવામાં છેલ્લા એક અઠવાડિયા થી એવું લાગતું હતું કે, સિરિયલ માં દયાબહેન ના પાત્ર માટે હવે નવા કલાકાર એન્ટ્રી લેશે. પરંતુ, ચાહકો ને પાછું નિરાશ થવું પડ્યું છે.
એવામાં લાગે છે કે હવે તો જેઠાલાલ પણ દયાબહેન ની એન્ટ્રી લે લઇ ને ખુબ ચિંતિત છે. તાજેતર માં ઇન્સ્ટાગ્રામ પર જેઠાલાલ (દિલીપ જોશી) નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં જેઠાલાલ પણ ચિંતિત દેખાય રહ્યા છે. જેમાં જેઠાલાલ કહે છે કે, દિશા વાકાણી એ ફરી પાછા ઉલ્લુ બનાવી દીધા. તે આવવાની હતી ને ના આવી. અને કહે છે કે, આગળ હવે અસિત ભાઈ ની શું ઇરછા હશે? જુઓ વિડીયો.
View this post on Instagram
આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. અને લોકો પણ આ વિડીયો ને ખુબ જ લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે. વધુ માં જાણવા મળ્યું હતું કે, નવા દયાબહેન ની એન્ટ્રી કરવા માટે કલાકારો ના ઓડિશન પણ ચાલુ છે. હવે જોવાનું રહ્યું કે, દયાબહેન ના પાત્ર માં ક્યાં કલાકાર એન્ટ્રી લેશે? આની સિવાય ઘણા બધા કલાકારો એ શો ને અલવિદા કહી દીધું છે. જેમાં હાલમાં જ જેઠાલાલ ના પરમ મિત્ર એવા તારક ભાઈ પણ શો છોડીને ચાલ્યા ગયા છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.