‘અગ્નિપથ’ યોજનાનો વિરોધ નો જુવાળ આખા દેશ માં ફાટી નીકળ્યો છે, એવામાં ભાવનગર ના એક યુવાને પોતાના લોહી થી પત્ર લખ્યો કે…

હાલમાં ભારત માં કેન્દ્ર સરકારે ભારતીય સેનામાં જોડાવા માટે જે નવી યોજના બહાર પાડી છે. તેના પડઘા આખા ભારત માં જબરદસ્ત પડી રહ્યા છે. અગ્નિપથ યોજના ના વિરોધ માં આખા દેશ માં વિરોધ નો જુવાળ ફાટી નીકળ્યો છે. ઘણા બધા રાજ્યો માં ઠેર ઠેર સરકારી સંપત્તિ ને બહોળા પ્રમાણ માં નુકશાન કરવામાં આવી રહ્યું છે. કેટલાય રેલવે ના પાટા ઉખાડી ને ફેંકી દેવામાં આવ્યા છે.

આ વિરોધો ની વચ્ચે ભાવનગર ના એક નાના ગામના 23 વર્ષ ના યુવાને પોતાના લોહી વડે કેન્દ્રી રક્ષામંત્રી રાજનાથસિંહ ને એક પત્ર લખ્યો છે. ભાવનગર ના ટીમાણા ગામના 23 વર્ષીય યુવાન દિપક ડાંગરે પોતાના લોહી વડે લખતા પત્ર માં રાજનાથસિંહ ને કહ્યું કે, તે ભારતીય સેનામાં જોડાય ને વેતન લીધા વગર દેશ ની રક્ષા કરશે. પોતે સેનામાં જોડાય ને શૂન્ય વેતન સાથે દેશ ની રક્ષા કરવાની ઇરછા વ્યક્ત કરી છે.

અને કહ્યું કે, જે વિદ્યાર્થી આ હિંસક તોફાનો કરે છે. તેને બંધ કરવા અપીલ કરી હતી. તે કહે છે કે, સૈનિકો દેશ નું રક્ષણ કરે છે. દેશ ને નુકશાન નથી કરતો. 23 વર્ષ ના દિપક ડાંગરે દયાપર ગામ ના આરોગ્ય કેન્દ્ર માં જય ને એક બોટલ માં લોહી એકઠું કર્યું અને ત્યારબાદ તે લોહી થી પત્ર લખ્યો હતો. તેણે કહ્યું કે, તેના ગામ ટીમાણા માં લગભગ 20 જેટલા યુવાનો સેનામાં સેવા આપે છે.

તે હાલ કચ્છ ની યુનિવર્સીટી માં એમ.એસ.ડબલ્યુ કરે છે. અને શાળા માં હતા ત્યારે તે એન.સી.સી ના કેડેટ પણ રહી ચૂકેલા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Spread the love

Leave a Reply

Your email address will not be published.