Gujarat

રખડતા ઢોર નો ભોગ પૂર્વ નાયબ મુખ્યમંત્રી ‘નીતિન પટેલ’ બન્યા. દર્દનાક ઘટના નો વિડીયો થયો વાયરલ..જુઓ વિડીયો.

Spread the love

ગુજરાતમાંથી અવારનવાર અનેક લોકો ઢોરની અડફેટે આવવાના અનેક કિસ્સા સામે આવતા હોય છે. ઘણી વાર તો રખડતા ભટકતા ઢોરોને અડફેટે અનેક લોકો આવતા હોય તેમાં લોકો મૃત્યુને પણ ભેટતા હોય છે. અને ઘણા લોકોને ગંભીર ઈજાઓ થતી હોય છે. હાલ દેશમાં આઝાદીકા અમૃત મહોત્સવ કાર્યક્રમ ચાલી રહ્યો છે. એવામાં સરકાર પણ આ કાર્યક્રમ દ્વારા લોકોને ઉત્સાહ જગાડવા માટે ઠેર ઠેર ત્રિરંગા રેલી યોજતા હોય છે.

અને લોકો પણ ઉત્સાહભેર પોતાના ઘરમાં કે ઓફિસમાં વગેરે જગ્યાએ ત્રિરંગો લહેરાવતા હોય છે. એવામાં હાલ ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા તિરંગા યાત્રા દરમિયાન એક ગાયની અડફેટે આવી જતા તેને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. તે વધુ વિગતે જાણીએ તો ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ મહેસાણાના કડીમાં ભાજપની તિરંગા યાત્રામાં જોડાયા હતા. જેમાં તેને જણાવ્યું હતું કે લગભગ મોટાભાગના વિસ્તારોમાં ત્રિરંગા યાત્રા નીકળી ગઈ હતી.. જુઓ વિડીયો.

આ દરમિયાન રેલી દરમિયાન અચાનક એક ગાય દોડતી આવી અને કાર્યકર્તાઓની વચ્ચે તૂટી પડી હતી. ગાય અચાનક દોડતી આવી અને નીતિનભાઈ ઉપર આવી ગઈ. અને નીતિનભાઈ ગાયની અડફેટે આવી જતા તે નીચે પડી ગયા હતા. ત્યારબાદ કાર્યકર્તાઓ અને પોલીસની મદદથી નીતિનભાઈ ને બહાર કાઢવામાં આવ્યા હતા. નીતિનભાઈ ને ત્યારબાદ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં જાણવા મળ્યું કે નીતિનભાઈના પગમાં ઢીંચણમાં ક્રેક થઈ ગયો હતો.

ત્યારબાદ સીટી સ્કેન કરાવતા 20 દિવસના આરામ કરવાનું હોસ્પિટલ દ્વારા નીતિનભાઈ ને જણાવવામાં આવ્યુ હતું. નીતિનભાઈ ને પહેલા ભાગ્યોદય હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અમદાવાદ ખાતે પોતાના નિવાસ્થાને લઈ જવામાં આવ્યા હતા. આમ રખડતા ઢોરનો ભોગ ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી એવા નીતિનભાઈ પટેલ બન્યા. આમ પણ ગુજરાતમાંથી આવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. કે જેમાં ઢોર ઠેર ઠેર રખડતા હોય છે. અને અનેક લોકોને અડફેટે લેતા હોય છે. તંત્ર દ્વારા ઢોરોની સામે કાર્યવાહીની માંગ સામાન્ય જનતા દ્વારા કરવામાં આવતી હોવા છતાં પણ તંત્ર દ્વારા આ બાબતે કોઈ ખાસ ધ્યાન આપવામાં આવતું નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *