Helth

જો તમારાં હોઠ પણ પડે છે કાળા તો સાવધાન ! ઘર પર બનાવો આ ક્રીમ જેનાથી તમારાં હોઠ…

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે કુદરતી દ્વારા માનવીની રોજ સુંદર અને ઘણું જ આકર્ષક શરીર આપ્યું છે જોકે આ શરીરની સારી સંભાળ રાખવાની જવાબદારી આપણે પોતાની રહે છે આપણા શરીરના અલગ-અલગ ભાગો અલગ અલગ કાર્ય કરે છે આપણા શરીરના તમામ અંગો પૈકી આપણું મુખ સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે કારણકે ગમે તે વ્યક્તિ સાથેની પ્રથમ મુલાકાત માં લોકો દ્વારા આપણા ચહેરા પ્રથમ નોટિસ કરવામાં આવે છે જેના કારણે ચહેરાનું આકર્ષણ વધારવું એ આપણી જવાબદારી છે આપણે અહીં એવી જ બાબત વિશે વાત કરવાની છે કે જેની મદદ વડે આપણા મુખને ફાયદો થઈ શકે છે.

મિત્રો આપણે અહીં એવા ક્રીમ વિશે વાત કરવાની છે કે જે પૈસાની બાબત માં તો હળવા છે જ એટલે કે તમે આ ક્રીમ તમારાં ઘરે પણ બનાવી શકો છે. કે જેની મદદથી હોઠ ની કાળાશ દૂર્ થઈ શકે મિત્રો હોઠ કાળા પડવાના અનેક કારણો હોઈ છે. જો કે આવા કાળા હોઠ લોકોની પર્સ્નલિટી માં પણ ઘટાડો કરે છે. તો ચાલો આપણે હોઠો ની કાળાશ દૂર કરવા અંગે ના ઉપાયો અંગે માહિતી મેળવીએ.

આ યાદી માં સૌથી પહેલું ક્રીમ ગુલાબ અને શિયા બટરથી લિપ લાઇટનિંગ ક્રીમ નું છે. આ ક્રીમ બનાવવા માટે સૌપ્રથમ 4 ચમચી નારિયેળ તેલ અને 2 ચમચી શિયા બટર ઉપરાંત 2 ચમચી મીણ અને 2 ગુલાબની પાંખડીઓને ક્રશ કરીને તૈયાર કરો. આટલું કર્યા બાદ આ વસ્તુ ને એક ડબલ બોઈલરમાં અથવા તો હીટપ્રૂફ બાઉલ ની અંદર નાળિયેરનું તેલ અને શિયા બટર ઉપરાંત મીણ નાંખો અને આ મિશ્રણ ને ગરમ થવા દો. આ મિશ્રણ ને ત્યાં સુધી ગરમ કરો કે જ્યાં સુધી માં તે સંપૂર્ણપણે ઓગળી ન જાય. મિશ્રણ ઓગળી ગયા બાદ તેને એક્ નાના ટીન અથવા હવાચુસ્ત પાત્રમાં ભરીલો પછી થોડા સમય માટે આ મિશ્રણ ને ઠંડુ થવા દો. જે બાદ તેને ઢાંકી દો. પછી આ ક્રીમ ને હોઠ પર લગાવવાથી કાળાશ દૂર થશે.

બીજી ક્રીમ ગ્લિસરીન અને લીંબુની ક્રીમ છે. આ ક્રીમ બનાવવા માટે સૌપ્રથમ તમારે એક સૌપ્રથમ એક બંધ બોક્સ ની જરૂર પડશે આ બોક્સ મેળવ્યા પછી તેમાં ગ્લિસરીનને ભરી લો કે બાદ તેમાં બે થી ત્રણ ટીપાં લીંબુનો રસ ઉમેરો. માત્ર આટલું કરવાથી તમારા હોઠ ની કાળાશ દૂર થશે. આ ક્રીમ ને દરરોજ 2 થી 3 વખત લગાવો.

ત્રીજી ક્રીમ હળદર, લીંબુ અને એલોવેરા ની બનશે. જો વાત કરીએ કે આ ક્રીમ કઈ રીતે બનશે તે અંગે તો આ ક્રીમ બનાવવા માટે સૌપ્રથમ 1/2 ચમચી તાજા લીંબુનો રસ અને 1 ચમચી મધ ઉપરાંત 1 ચમચી ગ્લિસરીન ની જરૂર પડશે આ ત્રણેય વસ્તુ ને બરાબર રીતે ભેગું કરીને પેસ્ટ તૈયાર કરો આટલું કરવાથી તમારી ક્રીમ તૈયાર થઈ જશે. હવે જો વાત આ ક્રીમ ના ઉપયોગ અંગે કરીએ તો તમારે રાત્રીના સમયે સૂતા પહેલા આ પેસ્ટ ને હોઠ પર ભીની આંગળીઓથી લગાવવાની રહેશે જે બાદ તેને હોઠ પર આશરે પાંચ મિનિટ સુધી રહેવા દો. પછી હોઠ ને ઠંડા પાણીથી હળવા હાથે ધોઈ લો. જે બાદ હોઠ પર મનપસંદ મોઈશ્ચરાઈઝર લગાવો. જો વાત આ ક્રીમ ના ફાયદા વિશે કરીએ તો જાણાવિ દઈએ કે લીંબુ અને હળદર મેલાનિનને દૂર કરવામાં મદદ કરે છે. જ્યારે એલોવેરા હોઠને મુલાયમ બનાવવામાં મદદ કરે રીતે

ચોથી ક્રીમ દાડમ અને એલોવેરાની બનશે. આ ક્રીમ બનાવવા માટે તમારે સૌ પ્રથમ 1 ચમચી દાડમના દાણા અને 1 ચમચી ગુલાબજળ ઉપરાંત 1 ચમચી તાજા દૂધની ક્રીમ ની જરૂર પડશે. આ તમામ વસ્તુ ને વ્યસ્થિત રીતે મિક્સ કરવાથી તમારું ક્રીમ બની જશે. જો વાત આ ક્રીમ ના ઉપયોગ અંગે કરીએ તો તમારે દરરોજ આ ક્રીમ ને હોઠ પર આશરે બે થી ત્રણ મિનિટ સુધી હળવા હાથે મસાજ કરવાની રહેશે, જે બાદ હોઠને ઠંડા પાણીથી ધોઈ લો. જો વાત આ ક્રીમ ના ફાયદા વિશે કરીએ તો જાણાવિ દઈએ દાડમ ચામડી ના હાયપરપીગ્મેન્ટેશનને હળવો કરી શકે છે. જ્યારે એલોવેરા જેલ હોઠને મોઇશ્ચરાઇઝ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *