India

હાથી ના સ્વરૂપ મા સાક્ષાત ગણપતિ એ માતા અને તેના બાળક ને સૂંઢ વડે આશીર્વાદ આપ્યા જુઓ વિડીયો..

Spread the love

હાલ થોડા સમય પહેલા આપણા ભારતમાં ભગવાન શંકરનો પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો હતો. ભગવાન શંકર બાદ હવે તેના પુત્ર ભગવાન ગણપતિ નો ગણેશ ઉત્સવ 31 ઓગસ્ટ થી દેશભરમાં શરૂ થઈ ગયો છે. ઠેર ઠેર ગણપતિ દાદા ના પંડાલો લાગી ચૂક્યા છે. ઉત્તર થી દક્ષિણ અને પૂર્વ થી પશ્ચિમ સુધી ભગવાન ગણપતિની પૂજામાં લોકો લીન થઈ રહ્યા છે.

લોકો ઘરે ઘરે પણ એક થી બે દિવસ માટે ગણપતિ બાપાને પોતાના ઘરે પધારે છે. અને પોતાના ઘર ને પાવન કરે છે. આપણે ગણપતિ ઉત્સવ શરૂ થયા બાદ રોજ બરોજ એવા એવા અનેક વિડિયો સામે આવતા હોય છે કે ગણપતિ ભગવાનને મૂર્તિનું અનોખી રીતે સ્વરૂપ આપવામાં આવતું હોય છે. તો ક્યાંક 4 થી 5 માળ જેટલી ઊંચી ભગવાન ગણપતિ ની મૂર્તિઓ પણ બનાવવામાં આવતી હોય છે. એવો એક વિડિયો સામે આવ્યો છે.

કે જેમાં સાક્ષાત જાણે કે ગણપતિ જ એક યુવતી અને તેના બાળક ને આશીર્વાદ આપતા હોય વીડિયોમાં જોઈ શકાય છે. વિડીયો માં જોઈ શકાય છે કે એક યુવતી અને તેનો નાનો બાળક એક મોટા હાથીને ઘાસ ખવડાવવા માટે તેની પાસે જાય છે જ્યારે તે ઘાસ ખવડાવે છે ત્યારબાદ તે યુવતી અને તેનું બાળક બંને હાથીની પાસે પોતાનું માથું ઝુકાવીને આશીર્વાદ માંગે છે. ત્યારે મોટો હાથી પણ સાક્ષાત ગણેશ ભગવાનનું સ્વરૂપ હોય અને તે માટે તે આ યુવતી અને તેના બાળકને પોતાની સૂંઢ તેના ઉપર મૂકીને આશીર્વાદ આપે છે..જુઓ વિડીયો.

આમ ગણેશ ઉત્સવના પાવન અવસર પર આ વિડીયો જોઈને લોકો પણ ધન્યતા અનુભવે છે. આ વીડિયો ને આઇપીએસ ઓફિસર દીપાંશુ કાબરા એ પોતાના ટ્વીટર હેન્ડલ એકાઉન્ટ પર શેર કર્યો છે. લોકો આ વિડીયો જોઈને ખૂબ જ ધન્યતા અનુભવે છે. આવા અનેક વિડીયો ગણેશ ઉત્સવ દરમિયાન જોવા મળતા હશે. લોકો આમાં પોત પોતાની રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે. અને ગણેશ ભગવાનનું નામ લઈને કોમેન્ટો કરી રહ્યા છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *