Gujarat

બે-કલાક સુધી માનસિક રીતે અસ્વસ્થ યુવાન નું ઓપરેશન કરતા તેના પેટ માથી 62-એવી ભયાનક વસ્તુ મળી કે સાંભળી ચોંકી ઉઠશે.

Spread the love

ક્યારેક ક્યારેક એવી ઘટનાઓ સામે આવતી હોય છે કે જેને સાંભળીને આપણે હચમચી જતા હોઈએ છીએ. આપણા સમાજમાં ડોક્ટરને ભગવાનનું રૂપ આપવામાં આવેલું છે. એટલે કે ડોક્ટર ગમે તે કરીને ભગવાન ની દયાથી મનુષ્ય જાત નો જીવ બચાવી લે છે. એવો જ એક કિસ્સો જુનાગઢ સિવિલ હોસ્પિટલ થી સામે આવ્યો છે.

જેમાં એક ડોક્ટરે એક માનસિક રીતે અસ્વસ્થ મગજના વ્યક્તિના પેટમાંથી એવી એવી વસ્તુ કાઢી કે તમે સાંભળીને ચોકી જશે. વધુ વિગતે જાણીએ તો ૨૪ જુલાઈના રોજ વેરાવળ તાલુકાના ગામે રહેતા 40 વર્ષે ના અરજણભાઈ ભીખાભાઈ ચાંડપા ના પેટમાં ખૂબ જ દુખાવો ઉપડ્યો હતો. ત્યારબાદ તેને જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ યુવાન માનસિક રીતે અસ્વસ્થ મગજનો હોવાથી તેની સારવારમાં પણ ખૂબ જ કઠિનાઈ ઓ હતી.

પરંતુ જુનાગઢ સિવિલ હોસ્પિટલના સર્જન એમ.એસ ડોક્ટર મનીષ સિંઘલે હિંમત હાર્યા વગર આ યુવાનનો સિવિલ હોસ્પિટલમાં સિટી સ્કેન રિપોર્ટ કરાવ્યો. ત્યારબાદ તેને ઓપરેશન શરૂ કર્યું આ ઓપરેશનમાં જાણવા મળ્યું કે તેના જઠર અને આંતરડામાં કાણું છે આથી તેનું તાત્કાલિક સારવાર મળે તે માટે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. ત્યારે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું ત્યારે આ યુવાનના પેટમાંથી એવી એવી વસ્તુઓ મળી કે ડોક્ટર પણ ખુદ હેરાન થઈ ગયા.

એટલે કે ઓપરેશન કરતા સમય આ માનસિક રીતે આ સ્વસ્થ મગજના યુવાન ના પેટમાંથી 62 લાકડાની સળી અને પ્લાસ્ટિકની 15 સ્ટ્રો બહાર કાઢવામાં આવી. સતત બે કલાક સુધી આ ઓપરેશન ચાલુ રહ્યું. અને ડોક્ટરની ટીમે યુવાનનો જીવ બચાવી લીધો હતો. ત્યારબાદ યુવાનને રજા પણ આપવામાં આવી હતી. અને હાલ યુવાન સ્વસ્થ છે. આમ ડોક્ટરે પોતાની કાબિલિયત બતાવીને આ યુવાનો જીવ બચાવી લીધો હતો. આ બાબતે જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સર્જન ડોક્ટર મનીષ સિંઘલે મીડિયા સમક્ષ આ બધી વાત કરી હતી. અને આ ઓપરેશનને સફળતાપૂર્વક પાર પાડ્યું હતું આમ આ યુવાનનો જીવ બચી ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *