આ છે ગુજરાત ની જનતા મહિલા PSI નો કોલર પકડી ને જે વર્તન કરવામાં આવ્યું તે જોઈ હચમચી જશે જુઓ વિડીયો.
ગુજરાત માં છેલ્લા થોડા સમય થી રખડતા ઢોરો નું પ્રમાણ ખુબ જ વધી ગયું છે. રખડતા ઢોરો ના કારણે લોકો ને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાત માં રખડતા ઢોરો ને કારણે અનેક લોકો ના મૃત્યુ પણ નીપજી ચુક્યા છે. થોડા સમય પહેલા ની જ વાત કરવામાં આવે તો ગુજરાત ના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ ને પણ રખડતા ઢોર ની અડફેટે આવતા તેને હોસ્પિટલ માં એડમિટ કરવામાં આવ્યા હતા.
માટે ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ બાબતે સરકાર ને નોટિસ ફટકારી ને આ બાબતે કઈ ને કઈ એક્શન લેવા જણાવ્યું હતું. જે બાદ સરકાર દ્વારા ઠેર ઠેર રખડતા ઢોરો ને ડબ્બા માં પુરી તેમને સુરક્ષિત જગ્યા એ પૂરવામા આવી રહ્યા છે. માટે પાલિકા વાળા ઠેર ઠેર થી ઢોરો ને પકડી રહ્યા છે. આ માટે મોટી મોટી ટિમો ને ઉતારવામાં આવે છે. પરંતુ કેટલાક જગ્યા એ થી હુમલા ના બનાવો સામે આવે છે. લોકો પાલિકા ના કામમાં અડચણ રૂપ સાબિત થઇ રહ્યા છે.
Clash Over Cattle with Police: An incident took place in the Harni area of the #city where a woman fought with police who were with the VMC’s cattle catching team to release her #cattle. #vmc #vadodara #vadodaranews #news #newsupdate #update #gujarat #vadodaracity #ourvadodara pic.twitter.com/FLE9HsypJc
— Our Vadodara (@ourvadodara) August 30, 2022
પાલિકા ની ટિમ પોતાનું કામ વ્યવસ્થિત કરી શકે તે માટે તેમની સાથે પોલીસ ની ટિમ પણ રાખવામાં આવે છે. એવો જ એક કિસ્સો હાલ સામે આવ્યો છે. જેમાં એક મહિલા PSI પર હુમલો કરવાની ઘટના નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ બાબતે જાણીએ તો આ ઘટના વડોદરા શહેર માં બની હતી. જ્યાં પાલિકા અને પોલીસ અધિકારી ઢોર ને ડબ્બા માં પૂરવાની કામગીરી કરી રહ્યા હતા ત્યારે અચાનક કેટલાક લોકો એ આ લોકો પર હુમલો કરી દીધો હતો.
वड़ोदरा में सड़क से अवैध मवेशियों को हटाने गई टीम की चरवाहों से भिड़ंत…#Vadodara #Police #Viral @Vadcitypolice pic.twitter.com/R5AINpLMA4
— Nedrick News (@nedricknews) August 30, 2022
આ હુમલા માં મહિલા PSI નો કોલર પકડી ને તેને પાડી દેવામાં આવ્યા હતા. આ મામલે બે મહિલા સહિત પાંચ લોકો ની ધરપકડ કરવામાં આવી છે. અને સાથે સાથે ઢોરવાડા માંથી ત્રણ ઢોર ને પણ ડબ્બા માં પુરવામાં આવ્યા હતા. આ ઘટના નો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થતા લોકો પણ આ વાત પ્રત્યે ગુસ્સો દાખવી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!