India

25-વર્ષ થી માતા કેરળ રહેતી પુત્ર પિતા સાથે ગુજરાત રહેતો 25-વર્ષ બાદ માતા-પુત્ર નું જે રીતે મિલન થયું તે સાંભળી રડી પડશે.

Spread the love

આપણા સમાજમાં અનેક એવા કિસ્સાઓ આવતા હોય છે કે જ્યારે આપણે સાંભળી ને ચોંકી જતા હોઈએ છીએ. ક્યારેક રેલ્વે સ્ટેશનથી કોઈ બાળકોને ઉઠાન્તરી થતી હોય ત્યારબાદ તેને વિદેશમાં અને દેશમાં વહેંચી દેવામાં આવતા હોય છે. ક્યારેક આખી જિંદગી ચાલી જવા છતાં આવા બાળકો પોતાના મા બાપને મળી શકતા નથી. એવો જ એક કિસ્સો હાલ ગુજરાત અને બિહાર બંનેનો ગણી શકાય તેવો સામે આવ્યો છે.

જેમાં કેરળમાં રહેતી મહિલા ગીતા 25 વર્ષ બાદ તેના પુત્રને મળી હતી. વધુ વિગતે વાત કરીએ તો કે એક મહિલા 30 વર્ષ પહેલા નોકરીની શોધમાં ગુજરાત આવી હતી. ત્યારબાદ તેને એક પુરુષ સાથે પ્રેમ થયો. પ્રેમ સંબંધ ચાલ્યા બાદ તે બંને લગ્નના બંધનમાં બંધાયા. ત્યાર બાદ તે બંનેને એક બાળક થયો. આ બાળકને લઈને આ યુવતી કેરળ રહેવા આવી ગઈ અને પતિ પણ ત્યાં રહેવા આવી ગયો હતો. લગ્ન બાદ પતિ પત્ની વચ્ચે પણ અણ બનાવ થતો હોવાથી પતિ તેની પત્નીને છોડીને ગુજરાત પાછો આવી ગયો.

અને પોતાના બાળકને તેની સાથે લેતો આવ્યો. ત્યાર બાદ પિતાએ બીજા લગ્ન કર્યા. અને બાળકને પોતાના કુટુંબીજનો પાસે છોડી દીધો હતો. ત્યારબાદ બાળક મોટો થયો અને આજે એક યુવાવસ્થામાં આવી ગયો. ત્યારબાદ બાળકે એશિયા નેટ ન્યુઝ સાથેની પોતાની વાતચીતમાં જણાવ્યું હતું કે તેને તેમની માતાને મળવાની તીવ્ર ઈચ્છા છે. ત્યારે તેની માસીએ તેને કહ્યું હતું કે તારે તારી માતાને શોધવી જોઈએ. અને આમ તે પોતાની માતાને શોધવા નીકળી ગયો.

ત્યારબાદ આ યુવાન કે જેનું નામ ગોવિંદ છે તે ગુજરાતી કેરળ ગયો. અને પોલીસની મદદથી તેની માતાની શોધી કાઢી. માતા પણ 25 વર્ષ બાદ પોતાના દીકરાને જોઈને રડી પડી હતી. માતા ને આ 25 વર્ષ બાદ પુત્રને મળ્યા ની ખુશી અનોખી હતી. આ ગોવિંદ નામના યુવાનને માત્ર ગુજરાતી અને હિન્દી જ ભાષા આવડે છે. તેની માતાને હિન્દી થોડું થોડું આવડે છે. અને પુત્રને પણ થોડું થોડું આવડે છે આમ તૂટેલા ફૂટેલા હિન્દીની સાથે બંને એ એકબીજાને ભેટી પડ્યા હતા. હવે પુત્ર કહે છે કે તે તેની માતા સાથે જ રહેવા માંગે છે. આમ આ કહાની ખરેખર કોઈ હિન્દી ફિલ્મની હોય તેવી લાગે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *