ગીતાબેન રબારી કરી રહયા છે ઇંગ્લેન્ડનો પ્રવાસ ! વાઈટ આઉટફિટ તથા સ્નીકર શૂઝમાં એવી તસવીરો શેર કરી કે તમે જોતા રહી જશો….
કયો એવો વ્યક્તિ હશે જે ગીતાબેન રબારીને નહીં ઓળખતું હોય? કચ્છી કોયાલના નામથી ઓળખાતા ગીતાબેન રબારીના હાલ ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ આખા દેશમાં અનેક ચાહકો છે. ગીતાબેને આટલું મુકામ હાંસલ કરવા માટે જીવનમાં અનેક સંઘર્ષોતો કરેલા જ છે પણ તેની સાથો સાથ તેઓ અનેક એવી અગ્નિપરીક્ષાને પાર થઈને હાલ આ પ્રીસિદ્ધિ હાંસલ કરી લીધી છે.
‘રોણા શેરમાં’ જેવા અનેક ગુજરાતી ગીતો દ્વારા ગીતાબેને પોતાના મધુર અવાજનો રંગ તમામ ગુજરાતીઓ પર ચડાવી દીધો છે. વર્તમાનમાં તો ગીતાબેન રબારીના પ્રોગ્રામની વિદેશમાં પણ એટલી જ માંગ છે જેટલી કે આપણા ગુજરાતમાં છે. તમે અનેક વખત જોયું હશે કે ગીતાબેન વિદેશ પ્રવાસે જઈને અવારનવાર અનેક એવા પ્રોગ્રામો કરતા હોય છે.
એવામાં હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો ગીતાબેન રબારીના જ્યાં પણ પ્રોગ્રામ હોય છે ત્યાં તેના જબરા ચાહકો ખુબ વધારે તેમનો શો જોવા માટે જતા હોય છે, એવામાં હાલ ગીતાબેન રબારીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ ખાસ તસવીરો શેર કરી છે જેમાં તેઓ વાઈટ રંગના આઉટફિટમાં ખુબ જ વધારે સુંદર લાગી રહ્યા છે, તસ્વીરોમાં જોઈ શકાય છે કે ક્રીમ રંગના પેન્ટ શર્ટ સાથે ગીતાબેન રબારીએ પગમાં સ્નીકર્સ પણ પહેરેલા છે.
ગીતાબેન રબારીનું આવું રૂપ જોઈને ખરેખર તેમના ચાહકોના તો હોશ જ ઉડી ગયા હતા, ગીતાબેન રબારીની પર્સનાલિટીના વખાણ કરો તેટલા ઓછા છે કારણ કે તેઓ પોતાની ટ્રેડિશનને તો ફોલો કરે જ છે પરંતુ સાથો સાથ આવા આઉટફિટને પણ અજમાવતા હોય છે, સોશિયલ મીડિયા યુઝરોએ પણ આ તસવીરો જોઈને અનેક એવી કમેન્ટ કરી હતી કે ગીતાબેન રબારી ઘણી એવી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની મોટી મોટી અભિનેત્રીને પાછા પાડે છે.