Gujarat

અમેરિકામાં ગીતા રબારીનો જાદુ જુઓ ડાયરાની વાયરલ તસ્વીર અને વીડિઓ! ગીતા બેનના અવાજથી લોકો ઝૂમી ઉઠ્યા…

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં આખા વિશ્વ માં ગુજરાતી સંગીત ને ઘણું પસંદ કરવામાં આવે છે લોકો ને ગુજરાતી ફિલ્મી ગીતો, ડાયરા, ભજનો, આખ્યાનો જેવી તમામ વસ્તુઓ પસંદ આવે છે ગુજરતી લોક સંગીત આખા વિશ્વમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે લોકોમાં ગુજરતી સંગીત ની આગવી છાપ બનાવવામાં ગુજરાતી સંગીતકારોએ પોતાની આગવી ભૂમિકા બનાવી છે. આપણે અહી આવાજ એક કલાકાર વિશે વાત કરવાની છે કે જેઓ હાલમાં ઘણા ચર્ચામાં છે.

આપણે અહી ગુજરાત ના લોક પ્રિય સિંગર ગીતા રબારી વિશે વાત કરવાની છે. આપણે સૌ જાણીએ છીએ કે ગીતા બેનને લોકો કચ્છી કોયલ તરીકે ઓળખે છે. તેમણે પોતાના અવાજ ના કારણે લોકોનાદિલમાં આગવું સ્થાન બનાવ્યું છે. હાલમાં તેમની લોક પ્રિયતા આખા રાજ્ય ઉપરાંત દેશ વિદેશ માં અનેક સ્થળ પર જોવા મળે છે. તેઓ ગુજરાત ઉપરાંત વિદેશમાં પણ અનેક કાર્યક્રમો કરે છે અને લોકોને પોતાના અવાજથી ઝૂમવા માટે મજબુર કરી દે છે તેમના જાદુઈ અવાજથી સૌ કોઈ પ્રભાવિત છે.

આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં ગીતા રબારી પતિ પૃથ્વી રબારી સાથે અમેરિકા પ્રવાસે છે. આ સમયે તેમણે પોતાના અમેરિકા યાત્રા ના અનેક ફોટા અને વીડિઓ ફેન્સ માટે સોસ્યલ મીડયા પર મુક્યા હતા જેને લોકોએ ઘણા પસંદ પણ કર્યા હતા. સૌ પ્રથમ જો વાત તેમના પ્રવાસની શરૂઆત અંગે કરીએ તો હમેશ પારંપરિક વસ્ત્ર પરિધાન કરતા ગીતા બેન અમેરિકા જતા પહેલા એરપોર્ટ પર અલગ અંદાજ માં જોવા મળ્યા.

આ સમયે તેઓ જીન્સ અને ટીશર્ટ માં ગોગલ્સ સાથે જોવા મળ્યા હતા એરપોર્ટ પર ગીતા બેન અને તેમના પતિ પૃથ્વીએ અનેક પોઝ સાથે તસ્વીરો આપી જે સોસ્યલ મીડયા પર ઘણી વાયરલ થઇ. ગીતા બેન ભલે વિદેશમાં હોઈ પરંતુ તેઓ હમેશા સોસ્યલ મીડયા માધ્યમ દ્વારા પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહે છે. અમેરિકા યાત્રાએ પણ તેઓ અનેક ફોટાઓ ફેંસ માટે સોસ્યલ મીડયા પર શેર કરતા જોવા મળ્યા હતા.

આ ફોટાઓ માં જોઈ શકાતું હતું કે ગીતા બેન પતિ સાથે રાજાઓનો આનંદ લઇ રહ્યા છે તેવામાં હાલમાં ગીતા રબારીના અમેરિકામાં યોજાયેલા ડાયરાની તસ્વીરો અને વીડિઓ સોસ્યલ મીડયા પર ઘણા વાયરલ થઇ રહ્યા છે જેમાં ગીતા રબારી ફરી એક વખત જૂની ઢબે પોતાના અવાજ થી રમઝટ બોલાવતા જોવા મળી રહ્યા છે. આખો હોલ લોકોની ભીડથી ભરાયેલ જોવા મળે છે.

જણાવી દઈએ કે ડાયરાના આ ફોટા અને વીડિઓ ગીતા બહેને ફેંસ માટે સોસ્યલ મીડયા પર શેર કર્યા છે. આ સાથે તેમણે કેપ્શનમાં લખ્યું કે નોક્સ્વીલે ટેનેસી માં છેલ્લી રાતના ડાયરાની ઝલક. જણાવી દઈએ કે અમેરિકા ગયા બાદ ગીતા બેન ફેંસ માટે સતત ફોટા અપલોડ કરી રહ્યા છે જેમાં તેઓ ઘણી વખત ટેસ્લા ગાડી સાથે તો ઘણી વખત અમેરિકાની ગલીઓમાં જોવા મળી રહ્યા છે. આ સમયે તેઓ વેસ્ટર્ન પોશાકમાં જોવા મળ્યા હતા. જેની પણ અનેક તસ્વીર હાલમાં સોસ્યલ મીડયા પર વાયરલ થઇ રહી છે.

આજે ગીતા બહેન પોતાની મહેનત અને અવાજ ના જાદુથી સફળતાના ઉચા શિખર પર છે જોકે અહી સુધી પહોચવા માટે તેમણે ઘણી મહેનત કરી છે ચાલો આપણે તેમના જીવન વિશે થોડી માહિતી મેળવીએ જણાવી દઈએ કે ગીતાબેન નો જન્મ 31 ડિસેમ્બર 1996 માં કચ્છ ના તપ્પર ગામમાં થયો હતો હાલ તેઓ પોતાના માતા પિતાના એકજ સંતાન છે.

જો વાત તેમના સિંગર બનવા અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમણે ધોરણ 5 થી જ ગાવાનું શરૂ કરીદીધું હતું તેમના સારા અવાજ ને કારણે આસપાસ ના લોકો તેમને ગાવા બોલાવતા જેનાથી શરૂઆત માં થોડો આર્થિક ફાયદો થતો ગીતાબેને 10 ધોરણ શુધી અભ્યાસ કરિયા પછી તેમનું સમગ્ર ધ્યાન ગાવા પર કેન્દ્રિત કરિયું. જોકે તેમણે ગાવા માટે કોઈ પણ પ્રકારની તાલીમ લીધી નથી.

તેમના જાણાવીયા અનુસાર માતા પિતા એ તેમને ઘણો ટેકો આપિયો છે. તેઓ ભજન, લોકગીત, સંતવાણી, ડાયર જેવા અનેક લાઈવ પ્રોગ્રામ કરે છે. તમને જણાવી દઈએ કે ગીતાબેનને બે ભાઈઓ પણ હતા જેમનું અકાળે મૃત્યુ થતા તે માતા પિતાના એકલા સંતાન રહી ગયા.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *