Gujarat

વધતાં પ્રદુષણથી ડૂબી જાશે આટલા શહેરો જાણીને તમે પણ ચોકી જાસો…..

Spread the love

મિત્રો આપણે જાણીએ છીએ કે હાલનો સમય વિજ્ઞાન અને ટેકનોલોજી નો સમય છે. હાલના સમયને મોર્ડેન કે આધુનિક યુગ પણ કહેવામાં આવે છે. સમયની સાથો સાથ વિજ્ઞાન અને ટેકનોલોજીનો પણ ભરપૂર પ્રમાણમાં વિકાસ થઈ રહ્યો છે. તેને કારણે અવનવી શોધો પણ થઈ રહી છે. આવી શોધો નો મુખ્ય ઉદ્દેશ માનવ જીવનને વધુ ને વધુ આરામ પહોંચાડવાનો હોય છે.

માનવ જીવનને વધુ સુખાકારી બનાવવા માટે કરવામાં આવતા નવી નવી શોધો એ ઘણી વાર પર્યાવરણ માટે નુકસાનકારક નીવડે છે. હાલ સમગ્ર વિશ્વ પર્યાવરણને લગતા અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. જેના કારણે ગ્લોબલ વોર્મિંગ ની સમસ્યા પણ સર્જાઈ છે. હાલ ના સમય આ સમસ્યા સમગ્ર વિશ્વ વ્યાપી બની ગઈ છે.

આવા ગ્લોબલ વોર્મિંગ ના ભયાનક અસરો આખા વિશ્વ પર ટૂંક જ સમયમાં જોવા મળશે તેવો દાવો એક અહેવાલમાં કરવામાં આવ્યું છે. તો ચાલ આજે જાણીએ કે વધતા જતા તાપમાન અને ગ્લોબલ વોર્મિંગની અસર કઈ રીતે આપણે દેશ અને દુનિયા ઉપર પડવાની છે. આ એક ગંભીર વિષય છે કે જેની ચર્ચા વિચારપૂર્વક કરવી જોઈએ ચાલો આપણે ગ્લોબલ વોર્મિંગ અને તેની અસરો વિશે માહિતી મેળવી અને એક તર્કબદ્ધ ચર્ચા શરૂ કરીએ.

મિત્રો અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ હાલમાં જ એક સી લેવલ પ્રોજેક્શન ટૂલ બનાવ્યું છે. જે ને કારણે યોગ્ય સમયે દરિયા કિનારા પર આવનારી આફત અંગે જાણી શકાય અને તેના મદદથી લોકોના જાન માલને થતું નુકસાન રોકી શકાય. ક્લાઈમેટ ચેન્જ પરની ઈન્ટર ગવર્નમેન્ટલ પેનલના રિપોર્ટમા નાસાએ સમુદ્રમાં ઘણા શહેરો ડૂબી જવાની ચેતવણી આપી છે.

જો વાત આ રીપોર્ટ અંગે કરીએ તો આ રિપોર્ટમાં એવું જણાવવામાં આવ્યું છે કે દુનિયા માં વધતા તાપમાન અને ગ્લોબલ વોર્મિંગના કારણે 2050 થી લઇ ને 2100 સુધીમાં દુનિયાના ઘણા શહેરો એવા છે કે જે પાણીમાં ડૂબી જશે. પણ આવનારા 9 વર્ષમાં દુનિયાના આ 4 શહેરો પર વધુ જોખમ જોવા મળી રહ્યું છે. જો વાત આ ચાર શહેરો અંગે કરીએ તો તે આ પ્રમાણે છે

ઇરાકનું બસરા :- ગ્લોબલ વોર્મિંગ ની અસર ઇરાકની શત અલ-અરબ નામની એક મોટી નદીના કિનારે આવેલું છે બંદર શહેર બસરા પર જોવા મળશે. આ નદી પારસના અખાત સાથે જોડાય છે. આ શહેર અનેક નાની મોટી નહેરો અને બેક વોટર ચેનલો દ્વારા આ ખાડી સાથે જોડાયેલું છે. જેને કારણે, આ શહેરની આસપાસ ઘણો દલદલ વિસ્તાર છે. તેવામાં જો દરિયાની સપાટી વધે તો આ શહેર પર જોખમમાં છે.

અમેરિકા નું ન્યૂ ઓર્લિયન્સ :- આ ગ્લોબલ વોર્મિંગ નો માર વિશ્વ ની મહાશક્તિ અમેરિકાને પણ પડશે. અહીંના ન્યુ ઓર્લિયન્સ શહેરની વચ્ચે નહેરો અને પાણીની શાખાઓનું નેટવર્ક છે. અહીં ઉત્તરમાં લેક મૌરાપાસ જ્યારે દક્ષિણમાં લેક સાલ્વાડોર અને એક નાનું સરોવર છે. જો આ સલામતી જાળીઓ ન હોય તો ન્યુ ઓર્લિયન્સમાં મોટો વિનાશ થાય, પરંતુ તેમ છતાં જો દરિયાની સપાટી ઝડપથી વધે તો આ શહેર પર જોખમ જોવા મળે.

ભારત નું કોલકાતા :- તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આ યાદી માં ભારત ના પણ રાજ્ય નો સમાવેશ છે. તમને જણાવી દઈએ કે દેસના પશ્ચિમ બંગાળ રાજ્યની રાજધાની કોલકાતા ને પણ, દરિયાની વધતી સપાટી જોખમ કારક સાબિત થાઈ છે, આહી શહેરમા ચોમાસાના વરસાદ અને ભરતીની સમસ્યા નો સામનો કરે છે. આ વિસ્તાર માં વરસાદ ના સમય માં પૂર આવે છે. વળી આ શહેર નજીક આવેલો વિશાળ ડેલ્ટા ધરાવતો વિસ્તાર શહેર માટે જોખમી સાબિત થઈ શકે.

બેંગકોક, થાઈલેન્ડ :- મિત્રો આપણી સૌની ઇચ્છા એક વાર થાઈલેન્ડ ફરવાની જરૂર હોઈ છે. પરંતુ તમને જણાવી દઈએ કે પ્રવાસન માટે પ્રખ્યાત બેંગકોક શહેર હાલ ગ્લોબલ વોર્મિંગથી સૌથી વધુ પ્રભાવિત છે. થાઈલેન્ડની આ રાજધાની સમુદ્ર સપાટીથી માત્ર 1.5 મીટરની ઉંચાઈ પર છે આ સમગ્ર શહેર રેતાળ માટી પર બનેલું છે. અહેવાલ પ્રમાણે 2030 સુધીમાં અહીંના દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે ખામ અને સમુત પ્રાકાન સંપૂર્ણપણે પાણીમાં ડૂબી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *