GujaratIndiaNational

અમદાવાદ માં માનવતા હચમચાવી દેનાર કિસ્સો સામે આવ્યો છે અહીં એક તરછોડાયેલું બાળક મળ્યું જ્યારે તેના માતા પિતા………

Spread the love

મિત્રો બાળક આપણે સૌ જાણીએ છીએ કે બાળક એ ભગવાન નું રૂપ છે. દરેક પરિવારમાં બાળક આવતાની સાથે જ ખુશીઓ ની લાગણી છવાઇ જાય છે. દરેક બાળક પરિવાર માટે એક નવી આશા અને ખુશીઓ તથા ઉમંગ લઈને આવે છે. તેમાં પણ લગ્ન બાદ દરેક દંપતી ની ઈચ્છા સારા માતા પિતા બનવાની હોઈ છે.

તેઓ પોતાના સંતાનને ખુબજ સારી રીતે પરવરીસ આપીને ઉછેરવાની ઈચ્છા ધરાવતા હોય છે. પરંતુ સમાજમાં અવાર નવાર એવા ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે કે જે માનવજાત પ્રત્યે પ્રશ્નો ઊભા કરે છે. આવો જ એક કિસ્સો અમદાવાદ માંથી સામે આવી રહ્યો છે. ચાલો આ સમગ્ર ઘટના વિશે માહિતી મેળવીએ.

મિત્રો રાજ્યમાં માનવતા ને ડાઘ લગાવે તેવો કિસ્સો બન્યો છે. રાજ્યમાં નવજાત બાળકો ને તરછોડી દેવાની ઘટનાઓ માં સતત વધારો થઈ રહ્યો છે. હજી થોડા સમય પહેલા જ ગાંધીનગર માંથી એક બનાવ સામે આવ્યો હતો. કે જેમાં અહીંની સ્વામિનારાયણ ગૌશાળા પાસેથી એક 10 માસના બાળકને તેના જ પિતા છોડીને ચાલ્યા ગયા હતા.

તેના પછી પોલીસ ટીમ દ્વારા આ બાળક ના માતા પિતાની તપાસ ની કામગીરી શરૂ કરવામાં આવી જેમાં ઘણો જ મોટો ખુલાસા સામે આવ્યા હતા. આ ઘટના માં પોલીસ ને માલુમ પડ્યું હતું કે આ બાળકની માતાની તેના જ લિવઇન પાર્ટનરે હત્યા કરી હતી. માતા ની હત્યા કર્યા બાદ આ વ્યક્તિ એ આ બાળકને ગૌશાળાની બહાર મૂકી ગયો હતો. તમને જણાવી દઈએ કે આ બાળકના પિતાના પહેલા જ બીજી યુવતી સાથે લગ્ન થયા હતા. અને લગ્ન થી તે વ્યક્તિને સંતાન પણ છે.

ત્યારે ફરી એકવાર અમદાવાદ માથી બાળક તરછોડી જવાનો બનાવ સામે આવ્યો છે. આ આખી ઘટના કંઈક આવી છે કે અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા મહાકાળી મંદિર પાસેથી એક નવજાત બાળક મળી આવ્યું છે. જો કે આ બાળકને અહીં કોણ મૂકી ગયું તેને લઈને ઘણા પ્રશ્ન છે. તયારે હવે એ પ્રસ્ન થાઈ કે આ બાળકને કોણ અને શા માટે મૂકી ગયું છે.

આ બાળક ને આમ છોડી જનાર પ્રત્યે લોકો માં ઘણો જ આક્રોસ છે. પોલોસ ને આ બાબત ની જાણ થતાં પોલીસ દ્વારા આ બાળક ના માતા પિતા અને તેના પરીવાર ઉપરાંત તેને અહીં કોણ છોડી ગયું તે તમામ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

વળી પોલીસ ટીમ એ પણ તપાસ કરે છે કે આ બાળકોને અહીં તરછોડી દેવામાં આવ્યું છે કે પછી તેનું અપહરણ કર્યા પછી આ બાળકને અહીં છોડી દેવામાં આવ્યું. હાલ પોલીસ ટીમ આ ઘટના માં વધુ તપાસ હાથ ધરી છે જેને લઇ ને સીસીટીવી વીડિયો દ્વારા પણ તપાસ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *