India

શું તમે પણ સોનું ખરીદવા માંગો છે તો આવી ગયો છે યોગ્ય સમય હવે સોનાનો ભાવ….

Spread the love

મિત્રો આપણે નાણાં ને અનેક જગ્યાએ રોક્યે છીએ જેની પાછળ નો ઉપદેશ વ્યાજબી વળતર નો હોઈ છે. સોનું પણ તેમાંથી એક છે આપડે સૌ જાણીએ છીએ કે સોનું એક અમૂલ્ય ધાતુ છે તેથી તેમાં નાણાં નું રોકાણ કરવું વ્યાજબી અને હિતાવહ છે.

જો તમે પણ સોનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ રીપોર્ટ તમારાં માટે છે. જો વાત કરીએ સોના વિશે તો કોમોડિટી માર્કેટના તજ્જ્ઞ નું માનવું છે કે વૈશ્વિક બજારમાં સોના માટે 1,720 ડૉલર પ્રતિ ઔસનો મજબૂત સપોર્ટ છે.

જો વાત કરિએ સોનાની કિંમત અંગે તો આજે MCX પર સોનાનો ભાવ ઘટીને આશરે 47,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામની સપાટી એ આવી ગયુ છે. આ પહેલા સોનાએ ગઈકાલે 48,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોચ્યુ હતું.

જો વાત કરીએ સોનાના ઘટતા ભાવ પાછળ ના કારણ ની તો કોમોડિટી માર્કેટ  નિષ્ણાતોનું કહેવું છે કે સોનાના ભાવમાં ઘટાડો નફા વસૂલી ને પગલે આવ્યો છે. બાકી સોનાને લઈને એકંદરે તમામ પરિબળો સારા છે.

 જો વાત સોનાના ભવિષ્યના ભાવો વિશે કરીએ તો શું ભવિષ્યમાં ફરી ભાવો વધશે? તો તમને જણાવી દઈએ કે બજાર નિષ્ણાતોનું કહેવું છે કે કાચા તેલની કિંમત માં વધારો, વૈશ્વિક સ્તર પર વધતી તેની માંગો અને તેમાં પણ અમેરિકન ડૉલરની સરખામણીએ રૂપિયો નબળો પડવાને પગલે આવનાર સમયમાં સોનાની કિંમતમાં વધારો શરૂ રહેવાની આશા છે.

જો કોમોડિટી માર્કેટના નિષ્ણાતોનું માનીએ તો વૈશ્વિક બજારમાં સોના માટે 1,720 ડૉલર પ્રતિ ઔસનો મજબૂત સપોર્ટ છે, જેને કારણે સોનાની કિંમત આ સપાટીથી નીચે જાય તેવી આશંકા ઘણી ઓછી છે. વધુમાં તેમણે જણાવતા કહીંયુ કે, ટૂંકા ગાળા માટે 1,800 ડૉલર પ્રતિ ઔંસ સુધી જવાની આશા છે.

નિષ્ણાતો નાં મતે લગભગ એક મહિનામા સોનું 1,850 ડૉલર પ્રતિ ઔંસના સ્તર પર જઈ શકે છે. તેમણે  સલાહ આપતા જણાવ્યું કે જો સોનાની ખરીદી કરવી હોય તો 47,300 રૂપિયાના પ્રતિ 10 ગ્રામના વર્તમાન સ્તર પર સોનાની ખરીદી કરી શકાય છે.

જ્યારે તેમણે વધુમાં જણાવતા કહીંયુ કે 46,900 રૂપિયાની સપાટી સુધીમા દરેક ઘટાડા પર સોનાની ખરીદી કરી શકાય છે. જોકે, તેમણે MCX પર 46,600 રૂપિયાનો સ્ટૉપલૉસ લગાવવાની પણ વાત કરી છે. જો વાત પછલા વર્ષ એટલેકે વર્ષ 2020ની કરીએ તો પછલા વર્ષે આજ્તે સમયગાળામાં સોનાનો ભાવ MCX પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયાની સર્વોચ્ચ સ્તર પર પહોંચ્યો હતો.

જો વાત સોનાની શુદ્ધતા ના માપદંડ વિશે કરીએ તો 24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ સોના પર 916, 21 કેરેટ સોના પર 875 અને 18 કેરેટના શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે.

જો વાત શુદ્ધતાની વાત ટકાવારી કરીએ તો 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં મેળવણ ના અન્ય ધાતુંઓ ની વાત કરીએ તો તેમાં તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

જો વાત કરીએ વર્તમાન પરિસ્થિતિની તો લોકો એ આ કોરોનાકાળમાં સોનાની ખરીદી વધારી છે. ગત વર્ષે એટલેકે વર્ષ 2020 અને 2021માં સોનાની આયાત 22.58 ટકાથી વધીને 34.6 અબજ ડૉલર એટલે કે 2.54 લાખ કરોડ રૂપિયા થઈ હતી. જયારે આંકડા પ્રમાણે ગત વર્ષે ચાંદીની આવક 71 ટકા ઘટીને 79.1 કરોડ ડૉલર રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *