India

મુંબઇ નો આઠ પાસ છોકરો મોટો થઈ ને મોટાભાગ બિઝનેસમેનો ને પણ ટક્કર આપે તો નવાઈ નહી ! કામ એવુ કરે કે….

Spread the love

મિત્રો ભણતર એ હાલના આધુનિક સમાજ ની ઘણી મહત્વ પૂર્ણ બાબત બની ગઈ છે. હાલના સમાજ માં દરેક વ્યકતિ ની આવડત એ તેના માર્ક અને તેને મેળવેલ ડિગ્રી દ્વારા જ માપવામાં આવે છે. જે બાળક ભણવામાં સારો હોઈ તેને સારી બાબત માનવામાં આવે છે. અને ભણવામાં નબળા બાળક અંગે સૌ કોઈ ને ચિંતા રહે છે. કારણકે હાલના સમય માં સૌ કોઈ આવડત કરતા ડિગ્રી ને વધુ મહત્વ આપે છે.

આવા સમય માં દરેક માતા પિતા પોતાના બાળક ને વધુ ભણાવી ગણાવી ને હોશિયાર બનાવવા ઈચ્છે છે જેમાં તેમનો કોઈ વાંક પણ નથી કારણકે દરેક માતા પિતાએ પોતે જેટલા દુઃખ સહન કર્ય તેટલા દુઃખ પોતાનું સંતાન સહન ના કરે તેવી ઈચ્છા ધરાવતા હોઈ છે. પરંતુ આપડે ઘણા એવા લોકોને જોયા છે કે જેઓ ભલે વધુ ભણ્યા ના હોઈ પરંતુ સફળતાની ટોચ પર જઈ ને બેસ્યા છે.

આપડે અહીં એક એવાજ વ્યક્તિ વિશે વાત કરશું કે જેઓ પોતે આઠમા ધોરણ માં નાપાસ થઇ ગયા હતા છતાં પણ આજે દેશ ના સૌથી અમીર વ્યક્તિ એટલેકે મુકેશ અંબાણી પોતે તેમની પાસે સલાહ માંગે છે. આપડે અહીં ત્રિશનિત અરોરા વિશે વાત કરવાના છીએ. ત્રિશનિત ને નાનપણ થીજ ભણતર માં સારો દેખાવ નહતો. તેમના અભ્યાસ ની વાત કરીએ તો તેઓ 8 ધોરણમાં નાપાસ થયા હતા. તેથી તેમના પરિવાર ને તેમની ચિંતા રહેતી પરંતુ આજે માતા પિતાને તેમના પર ગર્વ છે. હાલના સમયમાં તેઓ કરોડપતિ છે

તેમણે માત્ર 23 વર્ષ ની ઉંમરે પોતાનું આગવું સ્થાન ધરાવ્યું હતું. મુંબઈ માં રહેતા ત્રિશનિત એક ઇથિકલ હેકર છે તેમણે આમાંથી ભેગા કરેલ પૈસા માંથી એક કંપની બનાવી અને તેનું નામ ટેક સિક્યોરિટી રાખયુ. મુકેશ અંબાણી પણ તેમના ક્લાઈન્ટ છે. તેઓ મોટા સરકારી ઓફિસો અને અનેક મોટી કંપની ઓને સાયબર સિકયુરિટી આપવાનું કામ કરે છે.

બાળપણ થીજ તેઓ ભણવામાં ભલે સારા નહતા પરંતુ તેમને કમ્પ્યુટર માં ઘણો જ રસ હતો તેથી તે પોતાના પિતાનું કમ્પ્યુટર લઇ ને બેઠા રહેતા પિતા એ તેમને કમ્પ્યુટર થી દૂર કરવા દરરોજ તેમાં નવો પાસવર્ડ રાખતા પરંતુ ત્રિશનિત દરેક વખતે તેને તોડી નાખતા પુત્રના કમ્પ્યુટર પ્રત્યે આકર્ષણ જોઈ પોતાને લાગ્યું કે તેઓ આ ફિલ્ડ માં આગળ વધશે માટે તેમણે ત્રિશનિત માટે નવું મોનિટર લાવી આપ્યું. તેમણે એક બુક પણ લખી છે જેનું નામ “હેકિંગ ટોક વિથ ત્રિશનિતઅરોરા” એવું છે

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *