Gujarat

આવો ભવ્ય ડાયરો નહીં જોયો હોઈ! ડાયરામાં કિર્તીદાન ગઢવી અને રાજભા ગઢવી પર લાખો રૂપિયા વરસ્યા હાજર લોકો મંત્રમુગ્ધ થયા.

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે ગુજરાતી ગીત અને ભજનો લોકોને ઘણા પસંદ આવે છે લોકો ગુજરાતી ડાયરા, સંતવાણી, આખ્યાન, ભવાઈ વગેરે તમામ વસ્તુઓ નો ઘણો જ આનંદ લે છે. તેમાં પણ લોકો ડાયરા ના શોખીન છે. ડાયરા પ્રત્યે લોકો ચાહના આખા વિશ્વ માં જોવા મળે છે. ડાયરા માં ગુજરાતી સંગીતકાર લોકો ને પોતાના અવાજે ઝુમવા માટે મજબૂર કરી મૂકે છે.

લોકો કલાકારો પર સ્નેહ રૂપી પૈસાનો વરસાદ કરે છે. અને ડાયરા માં ખોવાઈ જાય છે. હાલમાં આવોજ ભવ્ય ડાયરા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લાખો લોકોએ આનંદ માણ્યો હતો. આ ડાયરા માં કિર્તીદાન ગઢવી તેમજ રાજભા ગઢવી ઉપરાંત અનેક અન્ય કલાકારો હાજર હતા જેમણે લોકોને પોતાની તાલે ઝુમાવ્યા અને લોકોએ તેમના પર પુષ્કળ પૈસાનો વરસાદ કર્યો.

જો વાત આ ડાયરા અંગે કરીએ તો ડાયરો વડવાળા દેવના પ્રાગટ્ય દિવસ નિમિત્તે હોળીના દિવસે વડવાળા મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મંદિરના મહંત કનીરામદાસજી બાપુ તેમજ મુકુંદરામજી બાપુ અને અન્ય સંતો ઉપરાંત રબારી સમાજના આગેવાનો અને અગ્રણીઓ તથા સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણીઓ સાથો સાથ અન્ય મહેમાનો હાજર રહ્યા હતા.

જેમણે હાજર કલાકારો પર પૈસાનો વરસાદ કર્યો હતો. આ કાર્યક્રમ માં હજારો અને લાખો લોકો ત્યાં ઉપરાંત ઓનલાઈન રીતે જોડાયા હતા. અહીં હાજર કલાકારો દ્વારા આખી રાત ભજનોની રમઝટ બોલાવી લોકોના દિલ જીતી લેવામાં આવ્યા હતા.

જો વાત દુધરેજ વડવાળા મંદિર અંગે કરીએ તો જણાવી દઈએ કે મંદિર અનેક સેવાકીય કાર્યો સાથે જોડાયેલ છે. સાથો સાથ ગૌશાળા સહિતના અને લોકોને ઉપયોગી કામો પણ વડવાળા દેવના આશીર્વાદથી દુધરેજ વડવાળા મંદિર કરી રહ્યું છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *