વિકરાળ અકસ્માત! નાની ચુક ના કારણે ગાડી કેનાલ માં પાલટી અને ગાડીમાં સવાર 5 લોકો…

મિત્રો આપણે અવાર નવાર અનેક અકસ્માત ના બનાવો જોઈએ છિએ. અકસ્માત એક કે બીજી વ્યક્તિ ની ભૂલ કે ગેર સમજ ના કારણે સર્જતો હોઈ છે. આપણે લગભગ દરરોજ અકસ્માત ને લાગતા અનેક બનાવો જોઈએ અને સાંભળીએ છિએ. જેમાં અનેક લોકોને પોતાનો જીવ ગુમાવ્વો પડે છે. ખરેખર આવા બનાવો ઘણા દુઃખદ છે.

હાલમાં ફરી એક્વખત આવોજ વિકરાળ અકસ્માત અંગે માહિતી મળી રહી છે કે જ્યાં ડ્રાઈવર નો ગાડી પરથી કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર અકસ્માત સેગવા પાસે કેનાલના પુલના વળાંક નજીક સર્જાયો હતો કે જ્યાં એક ગાડી પુલમા પડી હતી.

જો વાત અકસ્માત ના કારણ અંગે કરીએ તો આ ગાડી ના ડ્રાઈવર પુલમા સામે ના ભાગથી આવતા વાહન ની લાઈટ ના કારણે અંજાઈ ગયો અને ગાડી પર નું નિયંત્રણ ખોઈ બેસો જેના કારણે અકસ્માત સર્જાયો. અકસ્માત સમયે ગાડીમાં 5 લોકો સવાર હતા જેઓ હોટલ માં જમવા જઈ રહ્યા હતા. જે પૈકી ત્રણ લોકોના નિધન ની હાલમાં માહિતી મળી રહી છે.

જો વાત ગાડીમાં સવાર લોકો અંગે કરીએ તો અહીં એક યુવક કે જેનું નામ નિરજ ઘનશ્યામ બાંભણીયા છે કેજે સુરતના પરવત પાટિયા ના ડી/502 સિલિકોન પેલેસનો રહીશ ઉપરાંત મૂળ માલસીકા ગામ છે તે પોતાના સીતારામ સોસાયટી, અર્ચના સ્કૂલ પુણા, સુરત ના રહેવાસી મામાના દીકરા રાજદીપ ભીખુ કતરિયા સાથે મળીને ગેરેજ શરૂ કરવાના હતા.

જેને લઈને ઘનશ્યામ પરવત પાટીયા આઈએફએમ બિલ્ડીંગમાં ઓફિસે પોતાના ફોઇના પુત્ર મયુર બાબુ વાણીયાની સાથે આવ્યો હતો. આ સમયે ઘનશ્યામ ના વિશાલ પરેશ બાંભણીયા અગાઊથી જ ઉપસ્થિત હતા. અકસ્માત ના થોડા સમય પહેલા જ ઘનશ્યામ ના શિક્ષક અનિલ જાદવ ઉપરાંત તેમની ફોઈનો પુત્ર નિર્મલ હરેશ કાતરિયા પણ તેમની સાથે જોડાયા હતા.

તેઓ સાથે મળીને હોટલ જમવા જઇ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો જેમાં ગાડી પાણીમાં પડતાં નિરજ અને રાજદીપ ગાડી ની બારી તોડી તેમાંથી બહાર નીકલ્યા જ્યારે અનિલ અને નિર્મલ દેખાયા નહી ઉપરાંત તેમની સાથે ગયેલ વિશાલ ગાડીની સીટ પર હતો જેને બહાર કાઢી ને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો જ્યાં તે સારવાર દરમિયાન મૃત્યુ પામ્યો

ઘટના અંગે માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આગળની કામગીરી શરૂ કરી જે બાદ તેમને નિર્મલની લાશ મળી જ્યારે હાલમાં અનિલની શોધખોળ શરૂ છે. હાલમાં યુવકો ના મૃત્યુ ના કારણે પરિવાર માં દુઃખ નો માહોલ છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published.