રેસ્ટોરન્ટ માં દાદી એકલા કરતા હતા પોતાના જન્મદિવસ ની ઉજવણી તો ત્યાં હાજર લોકો એ જે કર્યું તે જોઈ તમે પણ, જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા થકી આપણે રોજબરોજ એવા સારા વિડીયો નિહાળી શકીએ છીએ કે જેને જોઈને આપણે પણ એકવાર માટે વિચારમાં પડી જતા હોય છે. ક્યારેક ક્યારેક એવા વિડિયો સામે આવતા હોય છે કે જેને જોઈને આપણે આપણી આંખમાંથી આંસુ પણ રોકી શકતા હોતા નથી. આજકાલ જે કોઈપણ વ્યક્તિનો જન્મદિવસ હોય તે વ્યક્તિના જન્મદિવસની નિમિત્તે મોટી મોટી પાર્ટીનું આયોજન કરવામાં આવતું હોય છે અને કેક કટીંગ કરીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે.
હાલ એવો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જેને જોઈને તમે ભાવક થઈ જશો. વીડિયોમાં જોવા મળે છે કે એક મોટી ઉંમરના દાદી એક મોટી રેસ્ટોરન્ટમાં ટેબલ ઉપર એકલા બેસેલા છે. થોડીવાર બાદ એક યુવતી કે જે હોટલમાં વેઈટરનું કામ કરતી હશે તે યુવતી દાદી માટે એક મોટું કેક લાવે છે. દાદી ટેબલ ઉપર એકલા બેસેલા છે. તેની બાજુમાં સામે કોઈ વ્યક્તિ બેસેલો નથી. દાદી થોડીવાર બાદ કેકમાં કેન્ડલ ઉમેરે છે અને ત્યારબાદ પોતાનો જન્મદિવસ પોતાની જાતે જ તાળીઓ પાડીને સેલિબ્રેશન કરે છે.
દાદી થોડી સેકન્ડો માટે એકલા જ જન્મદિવસની ઉજવણી કરે છે. પરંતુ હોટલમાં જોઈ શકાય છે તેમ આજુબાજુમાં ઘણા અન્ય લોકો પણ હોટલમાં આવેલા હોય છે. તે લોકોએ દાદીને એકલા જન્મદિવસ ઉજવતા જોયા અને તે લોકો પહેલી નજર માં તો કઈ સમજતા ન હતા. પરંતુ તે લોકો એક પછી એક દાદી જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હતા ત્યાં આવીને દાદીના જન્મદિવસમાં સહભાગી થયા હતા અને થોડીક જ વારમાં દાદી નું આખું પરિવાર જાણે કે ઉભું થઈ ગઈ હોય તેવી રીતે દાદીનો જન્મદિવસ ઉજવવામાં આવી રહ્યો હતો.
Old Lady celebrating Birthday on her own…see what happened.❤️ pic.twitter.com/y5IEzLaFth
— Awanish Sharan (@AwanishSharan) December 3, 2022
હોટલમાં હાજર અન્ય વ્યક્તિઓ દાદીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવતા હતા અને ગળે મળતા હતા. આમ થોડી જ વારમાં દાદી નો જન્મદિવસ ખૂબ જ યાદગાર બની ગયો હતો. આ વિડીયો જોઈને લોકો ખૂબ જ ભાવુક થઈ ચૂક્યા છે. આ વીડિયોને ટ્વીટર હેન્ડલ એકાઉન્ટ ઉપર શેર કરવામાં આવેલો છે. જેને જોઈને લોકો વીડિયોમાં ખૂબ વખાણ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!