Categories
Gujarat

ફેનીલે જેલમાં જે કર્યું જણસો તો તમે પણ ગુસ્સે થશો! ફેનીલે એક યુવતીને ફોન કરીને જે કહ્યું તેના કારણે સૌ કોઈ…

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં દરેક જગ્યાએ ગ્રીષ્મા ની હત્યા ને લઈને ચર્ચાઓ ચાલી રહી છે અને ગ્રીષ્મા ને વહેલી તકે ન્યાય મળે અને આરોપી ફેનિલ ને કડક સજા મળે તે માટે લોકો માંગ કરી રહ્યા છે. જો કે હાલમાં ફેનિલ વિરુધ ડે ટુ ડે કાર્યવાહી ચાલી રહી છે. અને તમામ સાક્ષી અને સબુતોના આધારે કાર્યવાહી આગળ વધારવામાં આવી રહી છે. પરંતુ આ સમયે પણ ફેનિલ પોતાની હરકતો થી બાજ નથી આવતો.

જણાવી દઈએ કે ગ્રીષ્મા હત્યા બાદ આરોપી ફેનિલ ગુનોહ સ્વીકારી રહ્યો નથી અને તેને હત્યાનો કોઈ પછતાવો ના હોઈ તેમ ફેનિલ વર્તી રહ્યો છે થોડા સમય પહેલા જ શરુ સુનાવણીએ ફેનિલ બેભાન થઈને ઢાળી પડ્યો હતો જે બાદ તેને તુરંત હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જેલમાં રહેલ ફેનીલે લાડુ ખાવાની ઈચ્છા પણ વ્યક્તિ કરી હતી ફેનિલ ના આવા નખરા જાણી ને સૌ કોઈ તેનાથી વધુ ગુસ્સે ભરાયા છે. તેવામાં ફરી ફેનિલ નું નવું કારસ્તાન સામે આવ્યુ છે અને તે કેસ ને ગુમરાહ કરતો હોવાનું સામે આવતા સૌ કોઈ હેરાન થઇ ગયા છે.

જણાવી દઈએ કે ફેનિલે ક્રિષ્ના નામની એક યુવતી ને પોતાની બહેન માની છે. ફેનીલે પોલીસ અધિકારી પાસે પોતાની બહેન સાથે વાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી જે બાદ પરવાનગી મળતા બંને ની વાત કરાવવામાં આવી. આ સમયે કેસ જીતવા માટે ફેનીલે ક્રિષ્ના ને કહ્યું કે આજે બપોરે કોર્ટમાં આવે તેના પક્ષમાં ગવાહી આપે જેને લઈને ક્રિષ્ના એ ઇનકાર કર્યો અને બનેલી વાત પોલીસ ને જણાવી. જે બાદ સરકારી વકીલ નયન સુખાડે ફેનિલ વિરુધ આ ઘટના અને કેસ ગુમરાહ કરવાને લઈને કાર્યવાહી કરવા માંગ કરી.

જણાવી દઈએ કે ફેનિલ ની માનેલી બહેન જયારે કોર્ટ માં આવી ત્યારે તેણે જણાવ્યું કે ગ્રીષ્મા ફેનિલ ને પસંદ નહોતી કરતી પરંતુ ફેનિલ જ તેની પાછળ પડ્યો હતો. તેણે વધુમાં એવું પણ જણાવ્યું કે જયારે પણ ફેનિલ તેને મળવા માટે કોલેજ આવતો ત્યારે કહેતો કે તે ગ્રીષ્મા ને મારી નાખશે. જે બાદ ક્રિષ્ના એ વધુમાં ખુલાસો કરતા જણાવ્યું કે ગ્રીષ્મા ની હત્યા કરતા પહેલા પણ ફેનીલે તેને ફોન કરી ગ્રીષ્મા ની હત્યા ની વાત જણાવી પરંતુ ક્રિષ્નાએ અગાઉની જેમ અ વાત ને ગંભીરતાથી લીધી નહિ પરંતુ જયારે ખરેખર તેને ગ્રીષ્માની હત્યા અંગે માહિતી મળી ત્યારે તે હેરાન રહી ગઈ.

શું હતો બનાવ… સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નવાગામમાં આવેલા પાસોદરા પાટિયા પાસે આવેલ લક્ષ્મીધામ સોસાયટીનો છે એક ગ્રીષ્માં વૈકરીયા નામની યુવતી રહેતી હતી. કે જેને છેલ્લા ૧ વર્ષથી ફેનિલ પંકજ ગોયાણી નામનો એક તરફી પ્રેમી હેરાન કરતો હતો. એક દિવસ ફેનિલ ગ્રીષ્મા ના ઘરે ગયો અને ત્યાં જઈને તેને હેરાન કરવા લાગ્યો. જો કે ગ્રીષ્મા ના કાકાએ ફેનિલ મેં ઠપકો આપતા ફેનિલે ગ્રીષ્મા ના કાકા પર ચાકુ વડે હુમલો કર્યો. આ સમયે ગ્રીષ્મા નો ભાઈ કાકા ને બચાવવા જતા ફેનિલે ગ્રીષ્મા ના કાકા અને ભાઈ બંને ને ગંભીર રીતે ઘાયલ કર્યા. જે બાદ ગ્રીષ્મા તેમનેબચવવા આવતા ફેનિલે તેને પણ બાથ માં લીધી અને જાહેરમાં તેના પરિવાર સામેં આ ફેનીલે ગ્રીષ્માનું ગળું કાપીને હત્યા કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *