70 વર્ષ મા એક માં નો ખોળો ભરાયો ! પુત્ર ને જન્મ આપતા જ ખુશી નો પાર નો રહ્યો…
મિત્રો બાળક દરેક પરિવાર માટે ભગવાનનુ આપેલ એક અનોખું વરદાન છે બાળક આવતાની સાથેજ સમગ્ર પરિવારમાં ખુશીની લાગણી છવાઇ જાઈ છે દરેક મહિલા નું સપનું લગ્ન બાદ માતા બનવાનું હોઈ છે. દરેક સ્ત્રી માટે સંતાન સુખ એ ઘણુંજ આનંદ આપે છે.
પરંતુ જો કોઈ મહિલા ને સંતાન પ્રાપ્ત ન થાઈતો તે પરીવાર માં તમામ સુખ હોવા છત્તા પણ તેમાં ખોટ અનુભવાઇ છે. પરંતુ આજના વિજ્ઞાનના સમયમાં લોકોને વિજ્ઞાન ની મદદથી મોટી ઉમરે પણ સંતાન સુખ મેળવી શકે છે.
આપડે અહીં એક એવાજ કિસ્સા વિશે વાત કરશુ કે જ્યા એક દંપતી ને લગ્નના 45 વર્ષ બાદ સંતાન સુખ મળ્યું છે. અહીં એક 70 વર્ષના વૃદ્ધા ને સંતાન સુખની પ્રાપ્તિ થઈ છે. ચાલો સમગ્ર ઘટના વિસ્તારથી જાણીએ.
ડોક્ટર ના મતે કોઈ પણ સ્ત્રી 30 વર્ષ સુધીમાં માતા બનેતો તે માતા અને બાળક બંને માટે સારું ગણાય. પરંતુ કચ્છના મોરા ગામના દંપતી ને ત્યાં લગ્નના 45 વર્ષે પારણું બંધાયું છે. આધુનિક વિજ્ઞાન અને ટેક્નોલોજી ના ઉપયોગ વડે 70 વર્ષના વૃદ્ધાએ બાળકને જન્મ આપ્યો છે. અને તેમની વર્ષોની રાહ બાદ આ દંપતિ ને બાળક થતા તેઓ ભાવ વિભોર બની ગયા છે.
ગાયનેક હોસ્પિટલના ડોક્ટર. નરેશ ભાનુશાલીના ત્યાં સંતાન પ્રાપ્તિ માટે આ વૃદ્ધ મહિલા જીવુંબેન રબારી અને તેમના 75 વર્ષના પતિ વાલભાઈ રબારી આવ્યા હતાં. જેમને IVF ટ્રીટમેન્ટની મદદથી આ 70 વર્ષના વૃદ્ધે એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો છે.
જો કે આટલી વૃદ્ધ ઉંમરે પણ તેમને ટેસ્ટ ટ્યુબ બાળક રહેતા ડોકટરો પણ તેમની મહેનત માટે ખુબ જ ખુશ હતા. આ ઘટના બાદ તેમના પરિવાર અને આસપાસ ના વિસ્તાર માં આનંદ નો માહોલ છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.