ગુજરાત ના લોકકલાકાર એવા નાની ઉમર ના શીતલબેન ઠાકોર જાણો ક્યાં ગામના છે? તેમણે ક્યાંથી શિક્ષણ પ્રાપ્ત કર્યું?
ગુજરાત માં એવા લોકકલાકારો છે કે જે ગુજરાત ના તમામ લોકો ના દિલો માં રાજ કરે છે. લોકકલાકારો ના પ્રોગ્રામ હોય એટલે લાખો ની સંખ્યામાં લોકો ઉમટી આવે છે. લોકકલાકારો નો પ્રોગ્રામ હોય એટલે તે કલાકારો પર લાખો રૂપિયા નો વરસાદ થતો હોય છે. કલાકારો પોતાની કલાથી લોકો નું મન જીતી લેતા હોય છે. કલાકારો માત્ર ગુજરાત માં જ નહિ વિદેશ માં પણ પોતાના નામનો ડંકો વગાડતા જોવા મળે છે.
ગુજરાત ના લોકકલાકારો માં કિંજલબેન દવે, કાજલ મહેરીયા, રાજલ બારોટ જેવા કલાકારો બધા લોકો ના પ્રિય કલાકારો છે. આ કલાકારો એ નાનપણ થી જ આ કલા માં પોતાનું નસીબ અજમાવ્યું હતું. અત્યાર ના સમય ના સૌથી નાના એવા કલાકાર શીતલ ઠાકોર વિશે તમને જનાવા જય રહ્યા છીએ. શીતલ ઠાકોર નો જન્મ 21 ફેબ્રુઆરી 1997ના રોજ પાટણ જિલ્લાની અંદર આવેલા એક નાનકડા ગામ ભાટસર ખાતે થયો હતો.
તેમના પિતાનું નામ વિક્રમભાઈ ઠાકોર છે અને તેમનો એક ભાઈ પણ છે જેનું નામ અંકિત ઠાકોર છે. શીતલ ઠાકોરે નાનપણ થી જ ફિલ્મો માં ગીતો ગાવાનું શરુ કરી દીધું હતું. શીતલબેન ઠાકોર ને ઘણાબધા ગીતો મળી ચુક્યા છે અને નાની ઉમર માં જ પોતે બહુ મોટું નામ કમાય ચુક્યા છે. તેમને પોતાનું પ્રાથમિક શિક્ષણ પોતાના ગામમાં જ લીધું અને બાદ અમદાવાદ આવીને ગુજરાત યુનિવર્સીટી માં ગ્રેજ્યુએટ થયા હતા.
શીતલ બહેન ઠાકોર નું પહેલા નું જીવન ખુબ કપરી પરિસ્થીમાં પસાર થયું છે. અને તેને અહીં સુધી પહોંચવામાં ઘણી મુશ્કેલી નો સામનો કરવો પડ્યો છે. આજે તે એટલા બધા લોકો ના પ્રિય છે કે લોકો તેના આલબમ સોંગ્સ ની રાહ જોતા રહે છે. તેને ઘણા બધા આલબમ સોન્ગ્સ રજુ કરેલા છે તેના સોન્ગ્સ લોકો ને ખુબ જ પસંદ આવતા હોય છે.