Gujarat

ગુજરાત માં આ પ્રદેશો માં વરસાદ ને લઇ મોટા સમાચાર ! કમોસમી વરસાદ અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે કરી….

Spread the love

મિત્રો આપણે જાણીએ છીએ કે આજ વખતે વરસાદ ની સિઝન માં વરસાદે સમગ્ર રાજ્ય ઉપરાંત આખા દેશમાં પોતાની હાજરી પુરાવી છે. હાલ ની ચોમાસા ની ઋતુ માં આખા પ્રદેશ માં ખૂબજ મુશળધાર વરસાદ જોવા મળ્યો હતો. જેને કારણે ઘણા એવા પ્રદેશ કે જે સાવ સુકાઈ ગયા હતા. તે ફરી લીલા છમ થઈ ગયા.

હવે જ્યારે રાજ્ય માંથી વરસાદે સતાવાર રીતે રજા લીધી છે ત્યારે બંગાળ ની ખડી માં ઉદ્ભવેલ્ નવી સિસ્ટમ ના કારણે ઘણા રાજ્યો માં હજુ પણ ભારે વરસાદ જોવા મળે છે. તેવામાં હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ ના જણાવ્યા અનુસાર હાલ ગુજરાત માં પણ કમોસમી વરસાદ જોવા મળશે તો ચાલો સમગ્ર બાબત વિશે વધુ જાણીએ.

આપણે સૌ જાણીએ છીએ કે હવે શિયાળાની ઋતુ ની શરૂઆત થઈ ગઈ છે. પણ હજુ સુધી ઠંડી ક્યાંરેક ક્યારેક જ જોવા મળે છે. સવાર ના સમય માં ગરમી જ્યારે રાત્રે ઠંડીનો અનુભવ થાઈ છે. આવા સમયે શિયાળું પાકની વાવાણી પહેલા ખેડૂતો માટે ચિંતા જનક સમાચાર છે. આ ચિંતા આવનાર કમોસમી વરસાદ ને કારણે છે.

જો વાત કરીએ અંબાલાલ પટેલ ની આગાહી અંગે તો તમને જણાવી દઈએ કે આંબાલાલ પટેલે કરેલ 10 આગાહી પૈકી 9 આગાહી સાચી પડે છે. તેમના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આવનારા સમય માં વરસાદ પડવાની સંભાવના છે.

તેમણે વધુ જણાવતા કહ્યું કે આવનાર 10 તારીખ થી 12મી તારીખ સુધીમાં વરસાદ અંગેની શક્યતાઓ છે. તેમાં પણ દક્ષિણ ગુજરાત વિશે જણાવતા કહ્યું કે અહીંના કિનારાના ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે.

જ્યારે આવનાર 4 થી 7 તારીખ સુધીમાં સૌરાષ્ટ્રના અમુક પ્રદેશો માં વરસાદ ની સંભાવના છે. આવા સમયે શિયાળું પાકનું વાવેતર નુકસાન કારક નીવડી શકે. જયારે આવા કમોસમી વરસાદ ને કારણે જીરુ, કપાસ અને અન્ય પાકો પર માઠી અસર જોવા મળશે. પાકમાં જીવાત કે ઇયળો આવવાની પણ આશંકા છે.

જો વાત હવામાન વિભાગ અંગે કરીએ તો તેમણે કહ્યું છે આવતી 3 તારીખ થી લઇને 7 તારીખ ઉપરાંત 10 તારીખ થી લઇને 11 ડિસેમ્બર સુધીમાં અલગ અલગ વિસ્તારો જેવા કે સોમનાથ અને સુરત સહિત ભાવનગર, દાહોદ ઉપરાંત પંચમહાલ, વડોદરા અને આણંદ જિલ્લામાં પણ થોડો થોડો વરસાદ પડી શકે છે.

જોકે આવી આગાહીના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. કારણ કે સામાન્ય દિવસો માં ડિસેમ્બર મહિના માં ઉત્તર તરફના પવનો ફૂંકાવાની શરૂઆત થાય છે. આવા પવનો ના કારણે ઠંડીની પણ શરૂઆત થઈ જતી હોય છે. જેમા ખેડૂતો શિયાળુ પાક વાવે છે તેવામાં આવનાર વરસાદે ખોડુતો ની ચિંતા વધારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *