સલામ છે આવા શિક્ષકો ને ! હાલના સમય માં પણ છે એવા શિક્ષકો કે જે બાળકો માટે કરે છે એવું કામ કે….જુવો વિડીયો

મિત્રો આપણે જાણીએ છીએ કે જીવન માં ગુરુ નું કેટલું મહત્વન છે. ગુરુ નું સ્થાન દરેકના જીવન માં ઉચુજ જોવા મળે છે. દરેક વ્યક્તિ પોતાના ગુરુની આજ્ઞા નું પાલન કરે છે. અને ગુરુ પણ પોતાના શિસ્યો ને આગળ વધારવા માટે ઘણી જ મહેનત કરે છે. દરેક ગુરુ એવું ઇચ્છે કે તેમની પાસે આવેલ બાળક તેમનાથી આગળ નીકળી જાય. માતા પિતા પછી એક ગુરુ જ છે જે તમને આગળ વધારવા માટે ગમ્મે તેટલા કઠિન કર્યો કરવા પણ અચકાતા નથી.

આમતો હાલનો સમય વિજ્ઞાન નો સમય છે હાલના સમય ને મોર્ડેન યુગ તરીકે ઓળખવામાં આવે છે પરંતુ દેશ માં આજે પણ એવા ઘણા ભાગ છે કે જ્યાં આવો મોર્ડેન યુગ હજી પહોચીયો નથી એટલે કે તેનો વિકાસ થયો નથી. આજે પણ ઘણા ક્ષેત્રો એવા છે કે જ્યા પાયાની સુવીધાઓ નો અભાવ છે. આવા ઘણા ક્ષેત્રોમા માર્ગો અને પરિવહનની સેવાઓ પણ નથી. માટે જ આવા વિસ્તારોમાં એક જગ્યાએ થી બીજી જગ્યાએ જવા માટે ઘણા કિલોમીટર ચાલવું પડે છે.

આપણે અહીં એવા બે શિક્ષકો અંગે વાત કરશું કે જેઓ રોજના 8 કિલોમીટર ચાલીને પોતાની શાળા ના બાળકો માટે અનાજ લાવે છે. તો ચાલો આ બંને શિક્ષકો વિશે માહિતી મેળવીએ.

આ ઘટના ખાડિયા ડામર વિસ્તાર ની છે અહીંની ગ્રામ પંચાયતમાં શિક્ષકોને શાળામાં અભ્યાસ કરતા બાળકોને રાશન પહોંચાડવા માટે રોજ 8 કિમી ચાલવું પડે છે. જો વાત આ બંને શિક્ષકો અંગે કરીએ તો તેમનું નામ પંકજ ભાઇ અને સુશીલ ભાઈ છે આ બંને શિક્ષકો તેમના ખભા પર ચોખા લઈને જંગલી વિસ્તારો અને નદી ને પાર કરીને શાળાએ જાય છે. તેઓ આ અનાજ લઈને જાય છે જેને કારણે અહીંના બાળકો ને મધ્યાહ્ન ભોજન મળી શકે છે.

આ બંને શિક્ષકો ઘણી મુશ્કેલીઓ નો સામનો કરીને અહીં સુધી પહોંચે છે. તેમે ને સૌથી વધુ મુશ્કેલી વરસાદના દિવસોમાં આવે છે કારણ કે આ સમય દરમિયાન અહીંના રસ્તાઓ ખૂબ જ ખરાબ થઈ જાય છે.

 

આ ઉપરાંત આવા વિસ્તારો માં જંગલી પ્રાણીઓ નાં હુમલા અંગે નું પણ જોખમ રહે છે. તેમ છતાં, તેઓ તેમના ખભા પર કરિયાણું મૂકીને શાળા સુધી લઇ આવે છે. અહીંના લોકો દ્વારા સરકારને ગામનો રસ્તો બનાવવા વિનંતી કરી છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *